હૈદરાબાદઃ ભારતે તાજેતરમાં જ જીડીપી મામલે યુનાઈટેડ કિંગડમને પાછળ રાખીને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા હોવાનો દાવો કર્યો છે. આઈએમએફ દ્વારા પણ આ બાબતને સમર્થન અપાયું છે. આ સિદ્ધિ નોંધનીય છે. આના પરથી સંકેત મળે છે કે આગામી દિવસોમાં ભારત પોતાની પ્રગતિ સતત રાખી શકશે. એસએન્ડપી ગ્લોબ માર્કેટ ઈન્ટેલિજન્સ અનુસાર ભારત 2030માં અંદાજીત 7.3 ટ્રિલિયન ડૉલરની જીડીપી સાથે જર્મની અને જાપાનને પાછળ રાખીને ત્રીજા ક્રમની મોટી અર્થ વ્યવસ્થા બની જશે. જે દેશના વર્તમાન જીડીપી 3.5 ટ્રિલિયન કરતા ક્યાંય વધુ છે. આ ઉલ્લેખનીય વિકાસપથ ભારત માટે એક આશાજનક સ્થિતિમાં લાવે છે. માત્ર સંયુક્ત રાજ્ય અમેરિકા અને ચીન જ વૈશ્વિક આર્થિક મંચ પર આગળ છે. જો કે આ આર્થિક ઉત્સાહ વચ્ચે એક નાનકડી બાબતનો ઉલ્લેખ જરૂરી બને છે. પ્રતિ નાગરિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ સંદર્ભે ભારત નિમ્ન મધ્યમ આવકવાળા દેશના સ્વરુપે વિશ્લેષીત થાય છે. આ વિરોધાભાસ દેશની અંદર પર્યાપ્ત આવકમાં અસમાનતા ઊભી કરે છે. 140 કરોડથી વધુ નાગરિકો સાથે ભારત જી20ના દેશોમાં સૌથી વધુ ગરીબ દેશ ગણાય છે તે ચિંતાજનક બાબત છે. જેમ ઓક્સફેમની ભૂખમરીથી પ્રભાવિત લોકોની સંખ્યા 2018માં 19 કરોડથી 2022માં વધીને 35 કરોડ નાગરિકોની ભવિષ્યવાણી આ કઠોર વાસ્તવિક્તાને ઉજાગર કરે છે. જેનો સામનો રોજ અનેક લોકો કરે છે. આર્થિક વિકાસ સિવાય અનેક પડકારો પણ છે. અનેક અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પરિવારોને પ્રાથમિક જીવનજરુરી વ્યક્તિગત સ્વચ્છ સુવિધાઓ મળી રહી નથી. આ અપૂર્તિ આરોગ્ય સેવાઓમાં પણ જોવા મળી રહી છે. કોવિડ-19 બાદ રોજીંદી મજૂરી કરતા મજૂરોના વેતનમાં નામમાત્રનો વધારો થયો છે. વધતી મોંઘવારીને પરિણામે તેમની આવક ઓછી જણાય છે. દેશની વસ્તીનો એક મોટો ભાગ પડકારો સામે ઝઝુમે છે અને જીડીપીનો વિરોધાભાસ એક માર્મિક પ્રશ્ન છે. ભારતની આર્થિક પ્રગતિ પર હકિકતમાં કોણે ગર્વ કરવો જોઈએ, જ્યારે અનેક લોકોનું રોજીંદુ જીવન જ અસ્ત-વ્યસત છે?
National Development: શું આ છે 'સાચો' રાષ્ટ્ર વિકાસ? - સમાન વિકાસ
તાજેતરમાં ભારતે જીડીપી સંદર્ભે વિશ્વની પાંચમી મોટી અર્થ વ્યવસ્થા હોવાનો દાવો કર્યો છે. જો કે વિરોધાભાસ એ છે કે 52 ટકા ભારતીયો પોતાના આરોગ્ય પાછળ ખૂબ જ ખર્ચ કરે છે, જેના પરિણામ સ્વરુપ દર વર્ષે છ કરોડથી વધુ નબળા વ્યક્તિઓ ગરીબીમાં ધકેલાઈ રહ્યા છે.
Published : Oct 26, 2023, 3:34 PM IST
જીડીપીમાં વૃદ્ધિ હકિકતમાં કોઈ દેશના વિકાસનો મહત્વપૂર્ણ હિસ્સો છે, પરંતુ આ એકમાત્ર માપદંડ ન હોઈ શકે જેના પર દેશની પ્રગતિ આધારિત હોય. જ્યારે તુલનાત્મક અભ્યાસ ભારતની આર્થિક પ્રગતિને અન્ય દેશોથી આગળ રાખે છે. ઉલ્લેખનીય છે કે સમાજના સમગ્ર કલ્યાણ પર માત્ર એક મર્યાદિત પરિપ્રેક્ષ્ય (લિમિટેડે પર્સપેક્ટિવ) જ પ્રદાન કરે છે. સારી રાષ્ટ્રીય સમૃદ્ધિ માત્ર ધન સંગ્રહ પર નિર્ભર નથી પણ જનતાના જીવન સ્તરને બહેતર બનાવવા પર નિર્ભર કરે છે. આર્થિક વિકાસનું પ્રદર્શન કરીએ ત્યારે, કેટલાક પસંદગીના અમીરો દ્વારા થતો ધન સંચય, સફળતાનો અંતિમ માપદંડ ન બની શકે. કોઈપણ દેશની સાચી સમૃદ્ધિનું માપન દેશમાં રહેતા નાગરિકોના મોટાવર્ગને મળતી પાયાની જીવન જરુરિયાતો પૂરી કરતી સુવિધા પરથી થઈ શકે છે. આ નાગરિકોની આવકમાં વધારો અને જીવન સ્તરમાં સુધારો એક મુખ્ય બાબત છે. વર્તમાન વિરોધાભાસ માર્મિક છેઃ એક દેશ કાગળ પર સમૃદ્ધ ગણાય છે જ્યારે તેની વસ્તીનો મોટો ભાગ ગરીબી સામે લડી રહ્યો છે. કૃષિ પ્રધાન તરીકે ઓળખાતા ભારત દેશમાં ઓછી મજૂરી મેળવતા મજૂરો અને તેમનું દેવું કઠોર વાસ્તવિક્તા છે. નેશનલ હેલ્થ ઓથોરિટી(NHA)ના રિપોર્ટ અનુસાર 52 ટકા ભારતીયો પોતાના આરોગ્ય પાછળ ધૂમ ખર્ચો કરે છે. નાગરિકો જે પડકારોનો સામનો કરે છે તેનું ગંભીર પ્રતિબિંબ છે. આ પરિણામ સ્વરુપ દર વર્ષે છ કરોડથી વધુ નબળા વ્યક્તિઓ બિમારીના આર્થિક ભારને લીધે ગરીબીમા ધકેલાઈ જાય છે. આ ગંભીર વિરોધાભાસને લીધે ભૂખ અને કુપોષણની વધતી ભયાવહતા નિરાશાજનક છે. ભારતના પરેશાન કરતા આંકડા, વૈશ્વિક સ્તરે અવિક્સિત બાળકોમાંથી 30 ટકા અને કુપોષિત બાળકોમાંથી 50 ટકાનો વસવાટ એ જીડીપીમાં વૃદ્ધિ સામેના બહુમુખી પડકારોનું સમાધાન કરી શકે નહીં. દેશના સાચા રાષ્ટ્રીય વિકાસની દિશામાં ભારતની યાત્રા સામે માત્ર વ્યક્તિગત આવક વધારવા પર જ નહીં પરંતુ સમાન પોષણ, સમાન રોજગારીની તકો માટે અનુકૂળ વાતાવારણ બનાવવાના પડકારો પણ છે. સમાન વિકાસ સાથે સંતુલિત વિકાસ કરવો તે પણ એક ગંભીર ચિંતાનો વિષય છે. જેના પર આર્થિક અને સામાજિક એમ બંને તરફથી ધ્યાન આપવાની જરુર છે.
છેવટે તો રાષ્ટ્રીય પ્રગતિ એટલે દરેક નાગરિકોને સ્વસ્થ અને આશાજનક ભવિષ્યની નિશ્ચિતતાનો વિકલ્પ છે.