ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IRCTCએ WhatsApp ચેટબોટ નંબર કર્યો જાહેર, હવે લાઈવ ટ્રેન સ્ટેટસ જાણવું બનશે સરળ

તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, મુસાફરોને વધુ સારી સુવિધા આપવાના ઉદ્દેશ્ય સાથે, હવે IRCTCએ WhatsApp ચેટબોટ નંબર જારી કર્યો છે, જેના દ્વારા મુસાફરો WhatsApp પર તેમના PNR સ્ટેટસ (Passenger Name Record) અને રિયલ ટાઈમ ટ્રેનની વિગતોને ટ્રેક કરી શકે છે. આ નવી સુવિધા મુંબઈ સ્થિત સ્ટાર્ટ-અપ-Railofi દ્વારા રજૂ કરવામાં આવી છે. તે મુસાફરોને માત્ર એક ટૅપ વડે સીધા જ WhatsApp પર તેમની મુસાફરીને ટ્રૅક કરવાની મંજૂરી આપે છે.

IRCTCએ WhatsApp ચેટબોટ નંબર કર્યો જાહેર, હવે લાઈવ ટ્રેન સ્ટેટસ જાણવું બનશે સરળ
IRCTCએ WhatsApp ચેટબોટ નંબર કર્યો જાહેર, હવે લાઈવ ટ્રેન સ્ટેટસ જાણવું બનશે સરળ

By

Published : Oct 4, 2022, 11:10 AM IST

ન્યુઝ ડેસ્ક:આ સુવિધાટ્રેનની (Indian Railway Catering and Tourism Corporation) સ્થિતિ અથવા અન્ય વિગતોને ટ્રેક કરવા માટે છે. વોટ્સએપ ચેટબોટનો ઉપયોગ PNR સ્ટેટસ, લાઈવ ટ્રેન સ્ટેટસ, ભૂતકાળના રેલ્વે સ્ટેશનની વિગતો, આગામી સ્ટેશનો અને અન્ય ટ્રેનની મુસાફરીની વિગતો મેળવવા માટે થાય છે. આ માટે તમારે ચેટબોટમાં 10-અંકનો PNR નંબર (Passenger Name Record) નાખવો પડશે અને તમને બધી માહિતી મળી જશે. તમે ટ્રેનની સ્થિતિ માટે 139 પણ ડાયલ કરી શકો છો.

વોટ્સએપ ચેટબોટ શરૂ કર્યુ:એપ દ્વારા, મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તેમના ભોજનનો ઓર્ડર પણ આપી શકે છે. IRCTC એપ Zoop નો ઉપયોગ કરીને મુસાફરો ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી શકે છે. Zoopનો ઉપયોગ કરીને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટે, તમે WhatsApp ચેટબોટ નંબર +91 7042062070 નો ઉપયોગ કરી શકો છો. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને રેલવે તરફ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને વોટ્સએપ ચેટબોટ શરૂ કરવામાં આવ્યું છે.

ટ્રેનની મુસાફરી વિશેની તમામ વિગતો: સૌથી પહેલા તમારા ફોન કોન્ટેક્ટ્સમાં Relofi નો WhatsApp ચેટબોટ નંબર +91-9881193322 સેવ કરો. WhatsApp એપ્લિકેશન અપડેટ કરો. તે પછી WhatsApp ખોલો અને તમારી કોન્ટેક્ટ લિસ્ટ રિફ્રેશ કરો. પછી રેલોફીની ચેટ વિન્ડો શોધો અને ખોલો. તે પછી તમારો 10 અંકનો PNR નંબર દાખલ કરો અને તેને WhatsApp ચેટમાં મોકલો. Railofy Chatbot તમને ચેતવણીઓ અને રીઅલ-ટાઇમ અપડેટ્સ સહિત તમારી ટ્રેનની મુસાફરી વિશેની તમામ વિગતો મોકલશે.

ABOUT THE AUTHOR

...view details