ઈરાન: હિજાબ પહેરવાના નિયમોનું પાલન ન કરવા બદલ નૈતિકતા પોલીસ (Iran Morality Police) દ્વારા ધરપકડ કરવામાં આવ્યાના દિવસો બાદ 22 વર્ષીય ઈરાની મહિલાનું મૃત્યુ (Iran Mahsa Amini dies) થયું છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, મહસા અમીનીને મંગળવારે તેહરાનમાં ધરપકડ દરમિયાન પોલીસ વાનની અંદર માર મારવામાં આવ્યો હતો. પોલીસે આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે, અમીનીને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તાજેતરના અઠવાડિયામાં ઈરાનમાં સત્તાવાળાઓ દ્વારા મહિલાઓ વિરુદ્ધ ક્રૂરતાના અહેવાલોની શ્રેણીમાં આ બીજી ઘટના છે.
મૃત્યુ પહેલા અમીનીના હતી કોમામાં :અમીનીના પરિવારનું કહેવું છે કે, તે સ્વસ્થ યુવતી હતી. તેમને એવી કોઈ બીમારી નહોતી કે અચાનક તેમને હાર્ટ એટેક આવે. જો કે, તેને જાણ કરવામાં આવી હતી કે, તેની ધરપકડના થોડા કલાકો બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતો. પરિવારે જણાવ્યું હતું કે, શુક્રવારે તેણીના મૃત્યુ પહેલા તેણી કોમામાં હતી. તેહરાન પોલીસે જણાવ્યું હતું કે, અમીનીને હિજાબ વિશે શિક્ષિત કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.