ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IPL 2023 :સ્ટેડિયમમાં મેચ જોવા જનાર દર્શકો હવેથી આ પોસ્ટર નહીં લઈ જઈ શકે

IPLના મંનોરંજન વચ્ચે સ્ટેડિયમમાં મેચ નિહાળવા જતા દર્શકો માટે ચેતવણીના સમાચાર સામે આવ્યા છે. જો કોઈ દર્શક સ્ટેડિયમમાં વિવાદાસ્પદ પોસ્ટર લહેરાવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્યાં આ પ્રકાર ચેતવણી દેશના ક્યા ક્યા સ્ટેડીયમમાં લાગુ કરવામાં આવી જૂઓ.

IPL 2023 :સ્ટેડિયમમાં મેચ જોવા જનાર દર્શકો હવેથી આ પોસ્ટર નહીં લઈ જઈ શકે
IPL 2023 :સ્ટેડિયમમાં મેચ જોવા જનાર દર્શકો હવેથી આ પોસ્ટર નહીં લઈ જઈ શકે

By

Published : Apr 3, 2023, 12:11 PM IST

નવી દિલ્હી : ક્રિકેટ ચાહકો IPLની મજા માણી રહ્યા છે. પોતાની ફેવરિટ ટીમને ચીયર કરવા માટે મોટી સંખ્યામાં ચાહકો સ્ટેડિયમમાં પહોંચી રહ્યા છે. મેચ દરમિયાન, પ્રેક્ષકોએ અયોગ્ય કૃત્ય ન કરવું જોઈએ, તેથી મેચની ટિકિટ વેચતી ફ્રેન્ચાઇઝીઓએ સલાહ આપી છે. જો કોઈ દર્શક સ્ટેડિયમમાં વિવાદાસ્પદ પોસ્ટર લહેરાવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ક્યાં સ્ટેડિયમ પર ચેતવણી : આ ચેતવણી BCCIની સલાહ પર આપવામાં આવી છે. જે મેચોની ટિકિટ વેચે છે. ગુજરાત ટાઇટન્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ અને રાજસ્થાન રોયલ્સના ટિકિટ પાર્ટનર પેટીએમ ઇનસાઇડરે ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી પંજાબના મોહાલીમાં પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ, તેલંગાણાના હૈદરાબાદ ક્રિકેટ સ્ટેડિયમ અને ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર લાગુ થશે.

આ પણ વાંચો :Jio Plan For IPL 2023: IPL ફેન માટે Jioએ નવા ક્રિકેટ પ્લાન રજૂ કર્યા, તમારા માટે કયો યોગ્ય જાણો વિગતવાર

ટિકીટ આપવાનો અધિકાર : ચેતવણી તરીકે, સ્ટેડિયમમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા નોંધણીનો (NRC) વિરોધ કરતી સામગ્રી ન લઈ જવા માટે ચાહકો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પીટીઆઈ અનુસાર, આ સૂચન મેચોની ટિકિટ વેચતી ફ્રેન્ચાઈઝી દ્વારા જારી કરવામાં આવ્યું હતું. આ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે ચર્ચા કર્યા બાદ કરવામાં આવ્યું છે. દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધિકારીએ આ બાબતે કહ્યું, મેચ માટે ટિકિટ આપવી એ ફ્રેન્ચાઇઝીનો અધિકાર છે.

આ પણ વાંચો :Dhoni Sixes in IPL :ધોનીના નામે આ નવો રેકોર્ડ નોંધાયો

ફિફા વર્લ્ડ કપમાં વિરોધ : અમે માત્ર સુત્રધાર છીએ અને તેમને સ્ટેડિયમ આપીએ છીએ. ટિકિટના મામલે અમારી કોઈ ભૂમિકા નથી. તમને જણાવી દઈએ કે ફિફા વર્લ્ડ કપ 2022 દરમિયાન કેટલાક દેશોના ખેલાડીઓએ કતારમાં એક કાયદાનો વિરોધ કર્યો હતો. ખેલાડીઓ વિરોધમાં વન લવ હાથની પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. ફિફાએ જ્યારે ખેલાડીઓને આર્મ-બેન્ડ પહેરવા બદલ પીળા કાર્ડ બતાવ્યા, ત્યારે ખેલાડીઓએ આર્મ બેન્ડ કાઢી નાખ્યા. ઉલ્લેખનીય છે કે, આજે IPL 2023ની છઠ્ઠી મેચ રમાશે. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સિઝનની બીજી મેચ છે.

ABOUT THE AUTHOR

...view details