હૈદરાબાદઃIPLમાં હંમેશા મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીને લઈને ઘણી વાતો થતી રહે છે. IPL 2022 ની ફાઇનલ મેચમાં, નવી IPL ટીમ ગુજરાત ટાઇટન્સે સૌથી જૂની રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. હવે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ IPLની ફાઈનલ મેચને લઈને હેરાફેરીનો આરોપ લગાવ્યો છે.
IPL પર લાગ્યું લાંછણ -સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર સીધો હુમલો કર્યો છે. વાસ્તવમાં, સ્વામીએ IPL 2022ની ફાઈનલમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો છે. સુબ્રમણ્યમે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ શેર કર્યું છે, જેમાં લખ્યું છે કે ગુપ્તચર એજન્સીઓ માને છે કે IPLના પરિણામોમાં છેડછાડ કરવામાં આવી હતી. આ માટે તપાસ જરૂરી છે અને તપાસ માટે જાહેર હિતની અરજી દાખલ કરવાની જરૂર છે.