ન્યુઝ ડેસ્ક : IPL 2022ની 39મી મેચમાં(IPL 2022 39Th match) રાજસ્થાન રોયલ્સે(Rajasthan Royals) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને(Royal Challengers Bangalore) 29 રને માત આપી હતી. આ જીતની સાથે રાજસ્થાને જીતની હેટ્રિક નોંધાવી છે. રાજસ્થાને બેંગ્લોરને જીત માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ખરાબ ફોર્મમાં ચાલી રહેલી ટીમ 19.3 ઓવરમાં જ 115 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. આ સાથે રાજસ્થાને આ મેચ 29 રને જીતી લીધી હતી.
આ પણ વાંચો - ગુજરાત ટાઇટન્સ સહીત આ ટીમો IPL 2022ના પ્લેઓફમાં પહોંચે તેવી પૂરે-પૂરી શક્યતા