ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IPL 2022 38Th match : આજે સાંજે 07:30 કલાકે પંજાબ અને ચેન્નાઇ વચ્ચે જામશે જંગ

IPL 2022માં આજે પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ(PUNJAB KINGS VS CHENNAI SUPER KINGS) વચ્ચે 38મી મેચ રમાશે. બંને ટીમોની અત્યાર સુધીની સફર બહુ સારી રહી નથી. પંજાબ અને ચેન્નાઇ બંને પોઇન્ટ ટેબલમાં(IPL Points table) નિચે ચાલી રહ્યા છે. મયંક અગ્રવાલની આગેવાની હેઠળની પંજાબ સાતમાંથી માત્ર ત્રણ મેચ જીતી શકી છે. બીજી તરફ સતત પાંચ મેચ હાર્યા બાદ ચેન્નાઈની ટીમ ફરી જીતના ટ્રેક પર આવી ગઈ છે. ચેન્નાઈએ છેલ્લી બંને મેચોમાં જીત હાંસિલ કરી છે.

By

Published : Apr 25, 2022, 6:19 PM IST

IPL 2022 38Th match
IPL 2022 38Th match

મુંબઈ : IPLની 38મી મેચમાં આજે સાંજે 07:30 કલાકે પંજાબ અને ચેન્નાઇ વચ્ચે જંગ(PUNJAB KINGS VS CHENNAI SUPER KINGS) જામશે. જેમાં પંજાબે 3 મેચમાં અને ચેન્નાઇએ 2 મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોનીના કરિશ્મા પર આશા રાખીને, ચેન્નાઈ સુપર કિંગ્સ આજે પંજાબ કિંગ્સ સામે ટકરાશે. IPL પોઈન્ટ ટેબલમાં પંજાબ આઠમા અને ચેન્નાઈ નવમા સ્થાને(IPL Points table) છે.

આ પણ વાંચો - IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની સતત આઠમી વખત હાર, લખનૌ 36 રને જીત્યું

ચેન્નાઈ સુપર કિંગ્સ:મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), મોઈન અલી, રુતુરાજ ગાયકવાડ, ડ્વેન બ્રાવો, દીપક ચહર, અંબાતી રાયડુ, રોબિન ઉથપ્પા, મિશેલ સેન્ટનર, ક્રિસ જોર્ડન, એડમ મિલ્ને, ડેવોન કોનવે, શિવમ દુબે, ડ્વેન પ્રિટોરિયસ, મહેશ તિક્ષ્ણ, રાજવર્ધન હંગરગેકર, તુષાર દેશપાંડે, કેએમ આસિફ, સી હરિ નિશાંત, એન જગદીસન, સુબ્રાંશુ સેનાપતિ, કે ભગત વર્મા, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ અને મુકેશ ચૌધરી.

આ પણ વાંચો - IPL Match 2022: કોલકાતા અને ગુજરાત, બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો, કોણ કોના પર પડશે ભારે?

પંજાબ કિંગ્સ:શિખર ધવન, મયંક અગ્રવાલ (કેપ્ટન), અર્શદીપ સિંહ, કાગીસો રબાડા, જોની બેરસ્ટો, રાહુલ ચાહર, હરપ્રીત બ્રાર, એમ શાહરૂખ ખાન, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા, ઈશાન પોરેલ, લિયામ લિવિંગસ્ટોન, ઓડિયન સ્મિથ, સંદીપ શર્મા, રાજ અંગદ બાવા, ઋષિ ધવન, પ્રેરક માંકડ, વૈભવ અરોરા, ઋત્વિક ચેટર્જી, બલતેજ ધંડા, અંશ પટેલ, નાથન એલિસ, અથર્વ તાઈડે, ભાનુકા રાજપક્ષે અને બેની હોવેલ.

ABOUT THE AUTHOR

...view details