મુંબઈ:IPL 2022ની 59મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 31 બોલ(Chennai Super Kings) બાકી રહેતા પાંચ વિકેટથી હરાવ્યું (Mumbai Indians won by 5 wkts) હતું. આ સાથે જ(IPL 2022) ચેન્નાઈની પ્લેઓફમાં પહોંચવાની તમામ આશાઓ સમાપ્ત થઈ ગઈ છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરી અને સમગ્ર ટીમ 16 ઓવરમાં 97 રનમાં ઓલઆઉટ થઈ (ipl 2022 playoff) ગઈ. જવાબમાં મુંબઈએ 14.5 ઓવરમાં પાંચ વિકેટ (Mumbai Indians) ગુમાવીને 103 રન બનાવ્યા હતા. તિલક વર્મા (અણનમ 34) અને ટિમ ડેવિડ (અણનમ 16) એ મુંબઈને ટુર્નામેન્ટમાં ત્રીજી જીત અપાવી હતી.
આ પણ વાંચો:IPL 2022: આજે મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે સન્માન અને અસ્તિત્વની લડાઈ
મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી: 98 રનના સરળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ જ ઓવરમાં મુકેશ ચૌધરીએ ઈશાન કિશન (6)ને ધોનીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા (18)એ કેટલીક આકર્ષક બાઉન્ડ્રી ફટકારી હતી, પરંતુ તે સિમરજીત સિંહના બોલ પર ધોનીને કેચ આપીને ડગઆઉટમાં પાછો ફર્યો હતો. ડેનિયલ સેમ્સ અને ટ્રિસ્ટન સ્ટબ્સને ચોથી ઓવરમાં મુકેશના હાથે કેચ કરાવીને મુંબઈને બેકફૂટ પર ધકેલી દીધું હતું. 33 રનમાં ચાર વિકેટ પડી ગયા બાદ તિલક વર્મા અને રિતિક શોકીન (18)એ મુંબઈનો કબજો સંભાળ્યો હતો. બંનેએ પાંચમી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી અને મુંબઈને જીતની નજીક પહોંચાડ્યું. મોઈન અલીએ ઇનિંગની 13મી ઓવરમાં શોકીનને બોલ્ડ કરીને આ ભાગીદારી તોડી હતી.
મોઈન અલીના ખાતામાં એક સફળતા: આ પછી ટિમ ડેવિડ ક્રીઝ પર આવ્યો અને તેણે સાત બોલમાં બે છગ્ગાની મદદથી અણનમ 16 રન બનાવ્યા. તિલક વર્મા 32 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 34 રન બનાવીને અણનમ રહ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી મુકેશ ચૌધરીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. સિમરજીત સિંહ અને મોઈન અલીના ખાતામાં એક સફળતા મળી.