ન્યુઝ ડેસ્ક : IPL 2022ની 27મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને(RCB Vs DC) 16 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા RCBએ દિલ્હીની ટીમને 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હીની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 173 રન જ બનાવી શકી હતી. બેંગ્લોર તરફથી જોશ હેઝલવુડે શાનદાર બોલિંગ કરી, મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી. દિલ્હી કેપિટલ્સ માટે, ડેવિડ વોર્નરે સૌથી વધુ 66 અને કેપ્ટન ઋષભ પંતે 34 રન બનાવ્યા, પરંતુ આ રન અપૂરતા સાબિત થયા. 34 બોલમાં 66 રન બનાવનાર RCBના બેટ્સમેન દિનેશ કાર્તિકને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
દિલ્હીની ધમાકેદાર શરૂઆત - 190 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે શાનદાર શરૂઆત કરી હતી. ટીમના ઓપનર પૃથ્વી શો અને ડેવિડ વોર્નરે ઇનિંગ્સની શરૂઆત કરી અને પ્રથમ બે ઓવરમાં 19 રન બનાવ્યા. પાંચમી ઓવરમાં દિલ્હીને પહેલો ઝટકો લાગ્યો અને બોલર મોહમ્મદ સિરાજે પૃથ્વી શોને 16 રનના અંગત સ્કોર પર અનુજ રાવતના હાથે કેચ કરાવ્યો હતો. દિલ્હીની ટીમે પ્રથમ છ ઓવરમાં 57 રન બનાવ્યા હતા.
વોર્નર અને પંતે સંભાળી પારી - 50 રનમાં પહેલી વિકેટ પડી ગયા બાદ વોર્નરે ઈનિંગને સંભાળતા 38 બોલમાં 66 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. જ્યારે વોર્નર 12મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો ત્યારે ટીમનો સ્કોર 92 રન હતો. દિલ્હીની ટીમનો સ્કોર 112 હતો ત્યારે ત્રીજી વિકેટ તરીકે મિશેલ માર્શની આઉટ થયો હતો. 115 રનના કુલ સ્કોર સુધીમાં દિલ્હીના અડધા બેટ્સમેનો પેવેલિયન પરત ફર્યા હતા. કેપ્ટન ઋષભ પંતે 17 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 34 રન બનાવ્યા પરંતુ વોર્નર અને પંતની ઈનિંગ ટીમને જીત અપાવી શકી નહી.
બેંગલોરના બોલરો આવ્યા વારે - જોશ હેઝલવુડ અને મોહમ્મદ સિરાજની તોફાની બોલિંગ સામે દિલ્હીના બેટ્સમેનો સતત ધરાશાઇ રહ્યા હતા. સિરાજે દિલ્હીના બે બેટ્સમેનોને શિકાર બનાવ્યા અને હેઝલવુડે 3 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા. સિરાજે પૃથ્વી શો અને રિષભ પંતની વિકેટ લીધી હતી. દિલ્હીની ટીમે એક સમયે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. આ સમયે દિલ્હીની ટીમ જીત તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ જોશ હેઝલવુડે એક જ ઓવરમાં પાવેલ અને લલિત યાદવને પેવેલિયન મોકલીને દિલ્હીનો સ્કોર 115 રન પર 5 રન બનાવી દીધો હતો. હેઝલવુડે શાર્દુલ ઠાકુરના રૂપમાં દિલ્હીની 7મી વિકેટ લઈને બેંગ્લોરની જીત નિશ્ચિત કરી હતી. દિલ્હીની ટીમ 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 173 રન જ બનાવી શકી અને બેંગ્લોરે 16 રનથી મેચ જીતી લીધી.
ટોપ ઓર્ડર ધ્વસ્ત થયું-દિલ્હીની ટીમે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી અને બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર બેંગ્લોરની શરૂઆત સારી રહી ન હતી. એક સમય એવો આવ્યો જ્યારે બેંગ્લોરે 6.2 ઓવરમાં માત્ર 40 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. આ દરમિયાન અનુજ રાવત (0), કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (8) અને વિરાટ કોહલી (12) રન બનાવીને પવેલિયન પરત ફર્યા હતા. ગ્લેન મેક્સવેલ અને સુયશ પ્રભુદેસાઈએ ટીમના સ્કોરને આગળ ધપાવવા માટે નિષ્ફળ પ્રયત્નો કર્યા હતાં. 9મી ઓવર નાખવા આવેલા કુલદીપ યાદવના બોલ પર મેક્સવેલ 23 રન બનાવી આઉટ થયો હતો. પ્રભુદેસાઈ (6) પટેલનો શિકાર બન્યો અને તેની અને મેક્સવેલ વચ્ચે 19 બોલમાં 35 રનની ભાગીદારીનો અંત આવ્યો.
કાર્તિક અને મેક્સવેલની શાનદાર બેટિંગ - દિનેશ કાર્તિક (અણનમ 66) અને મેક્સવેલ (55)ની શાનદાર ઇનિંગ્સના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ દિલ્હી કેપિટલ્સ (DC)ને 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેંગ્લોરે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. ટીમ માટે કાર્તિક અને શાહબાઝે 52 બોલમાં અણનમ 97 રનની શાનદાર ભાગીદારી કરી હતી. દિલ્હી તરફથી શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને ખલીલ અહેમદે એક-એક વિકેટ લીધી હતી.
પોઈન્ટ ટેબલ - આ જીત સાથે RCB પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. આરસીબીના 6 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ છે. દિલ્હી આ હાર બાદ પોઈન્ટ ટેલીમાં 8માં સ્થાને સરકી ગઈ છે. દિલ્હીએ અત્યાર સુધી 5 મેચમાં માત્ર 2 મેચ જીતી છે, જેના કારણે તેના 4 પોઈન્ટ છે. ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે, ગુજરાત ટાઈટન્સના 5 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ છે.