ન્યુઝ ડેસ્ક : CSK અને RCB વચ્ચેની મેચમાં(CSK vs RCB) ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 216 રન બનાવ્યા હતા, જેમાં શિવમ દુબે અણનમ 95 અને રોબિન ઉથપ્પાએ 88 રના ફટકાર્યા હતા. 20 ઓવરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 9 વિકેટે 193 જ બનાવી શક્યું અને 23 રનથી હારનો સામનો(RCB Lost The Match) કરવો પડ્યો હતો.
આ પણ વાંચો - Exclusive: ભારતમાં મહિલા IPL પર સંકટના વાદળો ઘેરાયા
CSKની શાનદાર જીત - CSKએ મંગળવારે ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે RCB સામે રમાયેલ મેચમાં RCBને 23 રનથી માત આપી હતી. આ સાથે CSKની આ પ્રથમ જીત પણ હતી. CSK તરફથી શિવમ દુબેએ અણનમ 95 રન અને રોબિન ઉથપ્પાએ 88 રનની શાનદાર ઇનિંગ રમી હતી. CSK તરફથી બોલિંગ કરતા મહેશ તિક્ષાના 4 અને સુકાની રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો - IPL 2022:ગાવસ્કરે બ્રિટિશ કોમેન્ટેટરને પૂછ્યું, તમે ભારતને કોહીનૂર ક્યારે પરત કરી રહ્યા છો?