મુંબઈ: IPL 2022ની 55મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 91 રને હરાવ્યું. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં (IPL 2022) રમાયેલી આ મેચમાં દિલ્હીને છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમોની આ 11મી મેચ હતી અને ચેન્નાઈને આજે સિઝનની ચોથી જીત મળી (CSK vs DC) હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 17.4 ઓવરમાં 117 રનમાં સમેટાઈ ગઈ હતી.
આ પણ વાંચો:IPL 2022: લખનૌએ કોલકાતાને 75 રને હરાવ્યું, રાહુલની ટીમ બની ટેબલ ટોપર
CSK પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને: ચેન્નાઈ તરફથી મોઈન અલીએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી (Chennai vs Delhi) જ્યારે ડ્વેન બ્રાવો, સિમરજીત અને મુકેશને બે-બે વિકેટ મળી હતી. આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને પહોંચી ગઈ છે. CSKની આ જીતથી KKRને નુકસાન થયું છે અને તે 9મા સ્થાને છે. ધોનીની સેનાએ અહીંથી બાકીની ત્રણ મેચ જીતવી પડશે. આ પછી બાકીની ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે. દિલ્હીની વાત કરીએ તો આ પરાજયથી દિલ્હીની આશાઓને ઝાટકો લાગ્યો છે. ટીમ અત્યારે પાંચમા સ્થાને છે અને તેણે બાકીની ત્રણ મેચ જીતવી પડશે.
DCને 209 રનનો લક્ષ્યાંક: ડેવોન કોનવે (87)ની બેટિંગને કારણે રવિવારે અહીં DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાઈ રહેલી IPL 2022ની 55મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ દિલ્હી કેપિટલ્સ (DC)ને 209 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કોનવેએ 49 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. ટીમ માટે ઋતુરાજ ગાયકવાડ અને કોનવેએ 67 બોલમાં 110 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી કરી હતી. દિલ્હી તરફથી એનરિક નોર્ટજેએ ત્રણ વિકેટ ઝડપી હતી. તેમજ ખલીલ અહેમદે બે અને મિશેલ માર્શે એક વિકેટ ઝડપી હતી.