ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગંગા નદીનું પાણી લીલું થતા બનારસથી મિર્ઝાપુર સુધી તપાસ શરૂ - ગંગાના પાણીનું સેમ્પલ લેવા સ્પેશિયલ ટીમ પહોંચી

ગંગા નદીમાં પાણીનો રંગ લીલો થયા પછી તપાસ માટે 5 સભ્યોની સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમે ગંગાના પ્રદૂષણની સ્થિતિની તપાસ કરવા માટે વારાણસીના મિર્ઝાપૂર વચ્ચે વિભિન્ન સ્થાન પરથી વોટર સેમ્પલિંગ શરૂ કરી દીધુું છે.

ગંગા નદીનું પાણી લીલું થતા બનારસથી મિર્ઝાપુર સુધી તપાસ શરૂ
ગંગા નદીનું પાણી લીલું થતા બનારસથી મિર્ઝાપુર સુધી તપાસ શરૂ

By

Published : Jun 9, 2021, 11:22 AM IST

  • ગંગા નદીનું પાણી લીલું થતા તપાસ શરૂ
  • પાણીની તપાસ માટે 5 સભ્યોની વિશેષ ટીમ બનાવાઈ
  • ટીમે વારાણસીથી મિર્ઝાપૂર વચ્ચે પાણીનું સેમ્પલિંગ શરૂ કર્યુ

વારાણસીઃ ગંગાના પાણીનો રંગ અચાનક જ બદલાઈ જવાથી દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યું છે. ત્યારબાદ જિલ્લાધિકારી વારાણસીએ સોમવારે ગંગાના પાણીની તપાસ માટે 5 સભ્યોની વિશેષ ટીમ બનાવી છે. ટીમે મંગળવારે ગંગાના પ્રદૂષણની સ્થિતિની જાણ કરવા માટે વારાણસીથી મિર્ઝાપુર વચ્ચે વિભિન્ન સ્થાનોની વોટર સેમ્પલિંગ શરૂ કર્યું છે.

આ પણ વાંચો-મદદની આશા સાથે સોનૂ સૂદને મળવા તેલંગાણાથી મુંબઇ સુધી વ્યંકટેશ કરશે પગયાત્રા

સ્પેશિયલ ટીમે ગંગા નદીનું સેમ્પલિંગ શરૂ કર્યું

જોકે, 15-20 દિવસ પહેલા ગંગા નદીમાં લીલા શેવાળ મળ્યા હતા, જેની તપાસ પ્રાદેશિક અધિકારી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી 3થી 4 દિવસ પહેલા ગંગા નદીમાં લીલા શેવાળ મળ્યા હતા. આની વિસ્તૃત તપાસ માટે જિલ્લાધિકારી કૌશલ રાજ શર્માએ સોમવારે અપર નગર મેજિસ્ટ્રેટ (દ્વિતીય), પ્રાદેશિક અધિકારી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સહાયક પોલીસ કમિશનર (દશાશ્વમેઘ) સહિત પાંચ સભ્યોની ટીમ બનાવી હતી.

આ પણ વાંચો-Corona Update:24 ક્લાકમાં 92,596 નવા કેસ, 2219 મોત

ટીમે 10 જૂને રિપોર્ટ આપવો પડશે

ટીમે મંગળવારે હોડીમાં ગંગા નદીની ધારામાં જઈને લીલા શેવાળ મળવા અંગે તેમના ઉદ્ગમ, શ્રોત તથા ગંગા ઘાટ સુધી તેમના પહોંચવાના કારણોની તપાસ શરૂ કરી છે. ટીમે ગંગા નદીમાં ભ્રમણ કરતા ફોટોગ્રાફ અને વીડિયોની સાથે તથાત્મક તપાસ રિપોર્ટ અને તેના વિવરણ વિકલ્પ તૈયાર કરીને 10 જૂન સુધી ડીએમ વારાણસીને ઉપલબ્ધ કરાવવા નિર્દેશ કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details