ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરાના અંગે NCDCના ડિરેક્ટર ડૉ. સુદીપ સિંહ સાથે ETV ભારતની ખાસ વાતચીત - મધ્યપ્રદેશમાં બનશે સેન્ટર

ETV Bharat સાથેની વિશેષ વાતચીતમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રના ડિરેક્ટર ડૉ. સુદીપ સિંહે જણાવ્યું દેશમાં કોરોના ફરી ત્રીજી અને ચોથી લહેર સાથે પાછો ફરશે. તેના નવા વેરિયન્ટ પણ સામે આવશે જેના માટે દેશએ તૈયાર રહેવું પડશે.

કોરાના અંગે NCDCના ડિરેક્ટર ડૉ. સુદીપ સિંહ સાથે ઇટીવીની ખાસ વાતચીત
કોરાના અંગે NCDCના ડિરેક્ટર ડૉ. સુદીપ સિંહ સાથે ઇટીવીની ખાસ વાતચીત

By

Published : Mar 27, 2021, 12:12 PM IST

Updated : Mar 27, 2021, 3:01 PM IST

ભોપાલ: દેશમાં કોરોનાની બીજી લહેર આવી છે. મહારાષ્ટ્ર, પંજાબ સહિતના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે અને મધ્યપ્રદેશમાં પણ કોરોનાએ ઝડપ પકડી છે. રાજ્યના અનેક જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. જે અંગે તંત્ર સુરક્ષાના તમામ પગલાં ભરી રહ્યું છે.

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને લઇને ETV Bharatના મધ્યપ્રદેશ બ્યૂરો ચીફ, વિનોદ તિવારીએ નેશનલ સેન્ટર ફૉર ડિઝીઝ(NCDC)ના ડાયરેક્ટર ડૉ. સુદીપ સિંહ સાથે વાત કરી હતી. જેમાં તેમણે કોરોના વાઇરસની ભારતમાં સ્થિતિ અંગે જણાવ્યું હતું.

સવાલ:કોરોનાના બીજા તબક્કા વિશે શું કહેશો અને એક વખત ફરી કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે ?

જવાબ:દેશમાં કોરોના સંક્રમણના કેસ ત્યાં સુધી વધતા રહેશે જ્યાં સુધી લોકો તેને સામાન્ય રીતે લેશે. લોકોનું આ વાઇરસ અંગે બેદરકાર થવું જ આ સંક્રમણ વધવાનું મુખ્ય કારણ છે. આ વાત તમામ લોકોએ યાદ રાખવાની રહેશે કે દેશમાં એક એવું મોટું જૂથ છે કે જે સંક્રમિત થયું નથી. એ વર્ગને કોરોના નથી થયો તો તેમનામાં એ ઇમ્યુનિટી આવી નથી. સાથે જ રસી પણ હજી એટલી જગ્યા સુધી પહોંચી નથી. આપણા 80 ટકા લોકો હજી કોરોના સંક્રમિત થયા નથી. એવામાં લોકો કોરોનાને સામાન્ય રીતે લેશે તો સંક્રમણ વધવાની શક્યતા વધી જાય છે.

સવાલ:કોરોનાના જે વેરિયન્ટ સામે આવ્યો તે અંગે આપ શું કહેશે ?

જવાબ:કોરોનાના નવે વેરિયન્ટ સામે આવી રહ્યાં છે જે પડકારજનક છે. જેનું ઉદાહરણ મહારાષ્ટ્ર અને પંજાબમાં જોવા મળે છે. મધ્યપ્રદેશમાં અલગ અલગ જગ્યાએ સેંપલિંગ લેવામાં આવી છે. જેમાં અલગ અલગ વેરિયન્ટ સામે આવ્યા છે. ડૉ. સુદીપે એવું પણ જણાવ્યું હતું કે વેરિયન્ટ કોઇ પણ હોય જો આપણે કોરોના ગાઇડલાઇનનું પાલન કરીશું તો આપણને કશું જ નહીં થાય.

વધુ વાંચો:સાપુતારા ચેકપોસ્ટ પર RT-PCR રિપોર્ટ વગર નો એન્ટ્રી

સવાલ:યુ.કે., બ્રાઝિલ, આફ્રિકન વેરિયંટ પણ સામે આવ્યા છે તે અંગે આપ શું કહેશો?

જવાબ:યુ.કે. વેરિયંટ મધ્યપ્રદેશમાં વધારે જોવા મળ્યો નથી. વાત કરીએ બ્રાઝિલ વેરિયંટની તો અત્યાર સુધીમાં દેશમાં ફક્ત એક કેસ જોવા મળ્યો હતો. તો એ ચિંતાનો વિષય નથી.

સવાલ:મહારાષ્ટ્રના લોકલ વેરિયંટના સમાચાર સામે આવ્યા છે?

જવાબ:મહારાષ્ટ્રમાં લોકલ વેરિયંટ સામે આવ્યો છે જેને ડબલ મ્યૂટેન કહેવાય છે. ડબલ મ્યૂટેન લગભગ 15-20 ટકા આબાદીમાં જોવા મળ્યો છે.

સવાલ:જાન્યુઆરી પછી સંક્રમિતોની સંખ્યા અચાનક વધી છે ?

જવાબ:આપણાં દેશમાં 70 કરોડની જનસંખ્યા એવી છે જેમને કોરોના થઇ શકે છે કેમકે તેઓ સસ્પેક્ટેડ પૂલ છે. આ ઉપરાંત આપણે કોરોના ટેસ્ટિંગ માટે પણ ઉદાસિનતા દેખાડી રહ્યાં છે. સાથે જ કોવિડ ટેસ્ટ પદ્ધતિને ફૉલોવ નથી કરી રહ્યાં.

સવાલ:સરકાર જાગૃત નથી કે જનતા જાગૃત નથી એનું શું કારણ છે ?

જવાબ:જાગરૂતા બધામાં છે પણ આપણા દેશમાં એક વાત એ છે કે લોકો એવું વિચારે છે કે કોરોના બધાને થઇ શકે છે પણ મને નહીં થાય. આ ઉદાસિનતા આપણી અંદર છે. ધીમે ધીમે પરિસ્થિતિ સામાન્ય થઇ તો લોકોને લાગ્યું કે કોરોનાનું અસ્તિત્વ હવે રહ્યું નથી.

વધુ વાંચો:એક વર્ષ બાદ ફરી ભાવનગર બોર્ડર પર આરોગ્ય વિભાગનું ચેકીંગ શરૂ

સવાલ:વેક્સિનેશન પછી પણ લોકો કોરોના પૉઝિટિવ આવી રહ્યાં છે.

જવાબ:આ તપાસનો વિષય છે અને દરેક વેક્સિનની સેન્સિટિવિટીની એક ક્ષમતા છે.

સવાલ:ભારત સરકારે સીરો સર્વે કરાવ્યો તેનું રિઝલ્ટ અને ગાઇડલાઇન શું છે ?

જવાબ:સીરો સર્વે એક માર્ગદર્શન આપે છે. તમને સંક્રમણના કારણે ઇમ્યુનિટી મળશે અથવા ઇમ્યુનાઇઝેશનના કારણે ઇમ્યુનિટી મળશે.

સવાલ:એવું શું કરવું જોઇએ જેના કારણે કોરોના સામે લડી શકાય ?

જવાબ:સરકાર સંપૂર્ણ રીતે કોવિડ-19 સામે લડી રહી છે અને લોકોને પણ જાગૃત રહેવાની જરૂર છે.

સવાલ:કોવિડ 19નું એક મોટું સેન્ટર મધ્યપ્રદેશમાં બનવા જઇ રહ્યું છે તેના વિશે શું કહેશો?

જવાબ:આ એક મોટું સ્થાનિક સેન્ટર હશે. જે અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન અને સંસદનાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમને આ અંગે જાહેરાત કરી છે. સાથે જ સરકાર પાસે જમીન અંગે અનુરોધ કર્યો છે. મધ્યપ્રદેશનું આ સૌથી અગત્યનું સેન્ટર હશે. જેમાં અગત્યના વિભાગો હશે. જેમકે ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, વન હેલ્થનો અપ્રોચ, પ્રાણીઓથી થતી બિમારીઓના લક્ષણ તપાસવા માટેની લેબોરેટરીનું નેટવર્ક જ્યાં વાઇરસ અંગે તપાસ થશે અને તેનું એનાલિસિસ પણ થશે. મધ્યપ્રદેશ મધ્યભારતનું કેન્દ્ર છે આથી તેને કેન્દ્ર સ્વરૂપે પસંદ કરવામાં આવ્યું છે. અન્ય સેન્ટર માટે અમદાવાદ, પશ્ચિમ ગુવાહાટી અને ઉત્તર બેંગ્લોરની પસંદગી કરવામાં આવી છે.

Last Updated : Mar 27, 2021, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details