ન્યુઝ ડેસ્ક : સમગ્ર વિશ્વમાં 1 મેના રોજ મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ કામદારો માટે સન્માનનો દિવસ છે. આ દિવસે ઘણી ઓફિસોમાં રજા હોય છે, તો ઘણી જગ્યાએ પાર્ટી અને મીઠાઈઓ સાથે કામદારો દિવસની ઉજવણી કરતા હોય છે. મજૂર દિવસની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી, કારણ કે, કામના કલાકો 15 માંથી 8 કલાક કરવાની માગ હતી. અગાઉ કર્મચારીઓને દિવસમાં કુલ 10 થી 15 કલાક કામ કરાવવામાં આવતું હતું, આ કામના કલાકો ઘટાડવા માટે આ બિડુ ઉપાડવવામાં આવ્યું હતું.
કેવી રીતે થઈ મજૂર દિવસની શરૂઆત -આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની શરૂઆત 1 મે 1886થી થઈ હતી. અમેરિકામાં જ્યારે મજૂર યુનિયનના સભ્યોએ કામના કલાકોને 9 કલાકથી વધુ ન રાખવા માટે માગણી કરી હતી અને તેના માટે હડતાળ કરી હતી. આ હડતાળ દરમિયાન શિકાગોની હેમાર્કેટમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ વિસ્ફોટ કોના દ્વારા કરાયો હતો તેની જાણકારી તો કોઈને ન હતી પરંતુ પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા અઆને હડતાળને ખતમ કરવા માટે પોલીસે મજૂરો પર ફાયરિંગ કર્યું અને અનેક મજૂરો માર્યા ગયા હતાં.
કામદારોની માગ શું હતી - શિકાગોમાં શહીદ થયેલા મજૂરોની યાદમાં પહેલીવાર મજૂર દિવસ ઉજવાયો હતો, ત્યારબાદ પેરિસમાં 1889માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી સંમેલનમાં જાહેરાત કરાઈ કે હેમાર્કેટમાં નરસંહારમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની યાદમાં 1 મે ના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરાશે અને આ દિવસે તમામ કામદારો અને શ્રમિકોને રજા રહેશે. ત્યારથી જ ભારત સહિત દુનિયાના લગભગ 80 દેશોમાં મજૂર દિવસને જાહેર રજા તરીકે મનાવવા લાગ્યાં.
ભારતમાં કયારે થઇ શરુઆત - ભારતીય મજદૂર કિસાન પાર્ટીના નેતા કામરેડ કિંગરાવેલુ ચેટ્યારે ચેન્નાઈમાં 1 મે 1923ના રોજ તેની શરૂઆત કરી હતી. ભારતમાં મદ્રાસ હાઈકોર્ટની સામે મજદૂર કિસાન પાર્ટી દ્વારા મોટા પાયે પ્રદર્શન કરવામાં આવ્યું અને એક સંકલ્પ પાસ કરાવીને એક સહમતિ કરાઈ કે આ દિવસને ભારતમાં પણ મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે અને એક દિવસ રજાની જાહેરાત કરવામાં આવે. તે સમયે પણ ભારતમાં મજૂરોની જંગ લડવા માટે અનેક નેતાઓ સામે આવ્યાં હતાં. જેમાં દત્તાત્રેય નારાયણ સામંત ઉર્ફે ડોક્ટર સાહેબ અને જ્યોર્જ ફર્નાન્ડિસ પણ સામેલ હતાં.
મજૂર દિવસ ઉજવવાના કારણો
- મજૂર દિવસ ઔદ્યોગિક ક્રાંતિનો છે અને તે કામદારોના અધિકારો વિશે જાણવાની તક છે.
- ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં, કામદારોને હજુ પણ સુરક્ષિત અને જાણીતા કરવાની જરૂર છે.
- ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અનુસાર, આ નવી ટેકનોલોજીની સદીમાં રોબોટ્સનો વધારો થયો છે.