દેહરાદૂનઃ ઉત્તરકાશી સિલક્યારા ટનલ રેસ્ક્યૂ ઓપરેશનમાં દરેક ટીમે બહેતર કામ કર્યુ. જેના પરિણામે 41 મજૂરો ટનલની બહાર નીકળી શક્યા. રેસ્ક્યૂ ટીમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો પરંતુ ટીમે ક્યારેય હિમ્મત ન હારી. સમગ્ર ટીમ મજબૂત મનોબળથી કામ કરતી રહી. અંતે તેમણે મંજિલ મળી ગઈ. આ કાર્યમાં દેશ-વિદેશના અનેક નિષ્ણાંતો જોડાયા હતા. જેમાંથી એક હતા ઈન્ટરનેશનલ ટનલ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ. તેમણે આ રેસ્ક્યૂ ઓપરેશનને સફળ બનાવવા માટે સિંહફાળો આપ્યો. દરેક લોકોએ આર્નોલ્ડના પ્રયત્નોની ભરપૂર પ્રશંસા કરી છે.
ઓસ્ટ્રેલિયાના ઈન્ટરનેશનલ ટનલિંગ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ જણાવે છે કે, મને સંતોષ છે અને મને ક્યાંય જવાની ઉતાવળ નથી. હું આરામ અને આનંદ અનુભવી રહ્યો છું. મેં રેસ્ક્યૂ થયેલા લોકો સાથે પ્રવાસ કર્યો છે. આ લોકોએ મને જણાવ્યું કે મેં રાષ્ટ્રીય એજન્સીને ઘણો સહયોગ કર્યો છે. દરેકની સંયુક્ત મહેનતથી આ પરિણામ મળ્યું છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં અમે લોકો એક મોટી ટીમ હતા. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં 41 મજૂરોને ટનલના કાટમાળમાંથી સુરક્ષીત બહાર નીકાળવામાં આવ્યા.
ગત દિવસોમાં ટનલમાંથી 41 મજૂરોને હેમખેમ બહાર નીકાળ્યા બાદ પીએમઓ તરફથી રેસ્ક્યૂ ઓપરેશનનું મોનિટર કરતા સીનિયર આઈએએસ ઓફિસર ભાસ્કર ખુલ્બેએ ઓસ્ટ્રેલિયાના ઈન્ટરનેશનલ ટનલિંગ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સના ભરપેટ વખાણ કર્યા હતા. ભાસ્કર જણાવે છે કે રેસ્ક્યૂ દરમિયાન આર્નોલ્ડ ડિક્સ દ્વારા કહેવામાં આવેલા શબ્દો, ધ્યાનથી, શાંતિપૂર્વક અને સાવધાનીથી કામ કરો આપણને સફળતા જરુર મળશેને લીધે સમગ્ર ટીમને પ્રેરણા મળતી હતી. અત્યારે પણ આ શબ્દો કાનમાં ગુંજે છે. ભાસ્કરે રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદરુપ બનેલા આર્નોલ્ડ ડિક્સનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સિલક્યારા ટનલમાંથી 41 મજૂરોનું રેસ્ક્યૂ કર્યા બાદ તેમણે એઈમ્સ ઋષિકેશમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં તેમની આરોગ્ય તપાસ કરવામાં આવી. ડૉક્ટરોની ટીમે કરેલા પરિક્ષણમાં દરેક મજૂર તંદુરસ્ત હોવાનું માલૂમ પડ્યું છે. તંદુરસ્ત જણાયા બાદ મજૂરોને ઘરે જવાની પરવાનગી આપવામાં આવી હતી.
- ઇન્ટરનેશનલ ટનલ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ પહોંચ્યા સિલ્ક્યારા, ટનલની ઉપરથી ડ્રિલિંગ કરવામાં આવશે
- સિલક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોની જિંદગી માટે લોકોએ કરી પ્રાર્થના