નવી દિલ્હી/ ગાઝિયાબાદઃ ઈન્ટરનેશનલ વુમન્સ ડેની જેમ દર વર્ષે 19 નવેમ્બરને ભારત સહિત 80 દેશોમાં ઈન્ટરનેશનલ મેન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને પુરુષો સાથે થતા ભેદભાવ, શોષણ, ઉત્પીડન, હિંસા અને અસમાનતાને દૂર કરી પુરુષોને તેમના અધિકાર મળી રહે તે માટે ઉજવવામાં આવે છે. પુરુષો માટેના આ ખાસ દિવસે અમે કેટલાક એવા પુરુષો વિશે જણાવીશું જેમણે પોતાના પરિવાર માટે આજીવન સંઘર્ષ કર્યો તેમ છતા પરિવારે ઢળતી ઉંમરે તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધા.
એકલા જીવન જીવવા મજબૂરઃ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના રાજેન્દ્ર પ્રસાદ અવસ્થી ગાઝિયાબાદના દુહાઈ ખાતેના વૃદ્ધાશ્રમમાં રહે છે. તેમની ઉંમર 74 વર્ષ છે. રાજેન્દ્ર પ્રસાદે અત્યંત મુશ્કેલીનો સામનો કરીને ધો.12 સુધી અભ્યાસ કર્યો. તેમણે પોતાના દીકરાઓને પોસ્ટ ગ્રેજ્યૂએશન સુધીનો અભ્યાસ કરાવ્યો. તેમણે ટૂંકા પગારની આવકમાં બાળકોને અભ્યાસ કરાવવા માટે તેમણે પ્રોવિડન્ડ ફંડનો પણ ઉપયોગ કર્યો. તેટલાથી પૂરુ ના થયું તો તેમણે બેન્કમાંથી લોન લઈ છોકરાઓનો અભ્યાસ કરાવ્યો. આટલો સંઘર્ષ કર્યો હોવા છતાં આજે તેઓ વૃદ્ધાશ્રમમાં જીવન વીતાવવા મજબૂર છે.
પરિવારનું પીંડદાન કરી દીધુંઃ રાજેન્દ્ર પ્રસાદ જણાવે છે કે બાળકોના અભ્યાસ અને નોકરી મળી ત્યાં સુધી બધુ ઠીક રહ્યું. ત્યારબાદ મારી પત્નીએ તેના સગામાં દીકરાઓની સગાઈ નક્કી કરી દીધી. મેં આ સંબંધ માટે ના પાડી પણ બધાએ મારુ કહ્યું માન્યું નહીં. મારી પત્નીએ પણ મારુ સાંભળ્યું નહીં. હું મારા દીકરાના લગ્નમાં પણ સામેલ થઈ શક્યો નહીં. મારી પત્ની, દીકરાઓ, પુત્રવધુ મને એકલો મુકીને ગુજરાત રહેવા જતા રહ્યા. કેટલાક વર્ષ સુધી નોકરી કરતો રહ્યો પણ કંપની બંધ થઈ ગઈ ત્યારબાદ કામ મળતું પણ બંધ થઈ ગયું.
છાપામાં વાંચી જાહેરાતઃ રાજેન્દ્ર પ્રસાદે છાપામાં વૃદ્ધાશ્રમની જાહેરાત વાંચીને વૃદ્ધાશ્રમમાં રહેવા જતા રહ્યા. તેમણે પોતાના પુત્રોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે વાત કરવાની મનાઈ ફરમાવી દીધી. પત્નીએ પણ વાત કરવામાં કોઈ રસ દાખવ્યો નહીં. રાજેન્દ્ર પ્રસાદ બહુ દુઃખી થઈ ગયા અને તેમણે ગંગ નહેર પર સમગ્ર પરિવારનું પીંડદાન કરી દીધું. રાજેન્દ્ર પ્રસાદે આખી જિંદગી પરિવાર માટે ખર્ચી નાંખી પરંતુ 74 વર્ષે પણ તેમણે વૃદ્ધાશ્રમમાં એકલા રહેવાનો વારો આવ્યો છે. તેમનો પરિવાર તેમની સંભાળ લેવાની તો ઠીક પણ વાત કરવા પણ તૈયાર નથી.
પિતાનો બંગ્લો વેચી તેમણે ઘરની બહાર કાઢ્યાઃ હાપુડના લલિત શર્મા 72 વર્ષના છે. લલિત શર્માને બે પુત્રો છે. એક સમયે લલિત શર્મા ખૂબ જ સમૃદ્ધ હતા. શર્મા પરિવાર માટે ખૂબ જ સમર્પિત હતા. લલિત શર્માનો ચાંદની ચોકમાં બંગ્લો હતો તેમજ ગાઝિયાબાદમાં ઘર હતું. લલિત શર્માએ ઘણી મોટી મોટી કંપનીઓમાં કેમિસ્ટ તરીકે નોકરી કરી હતી. લલિત શર્માએ પોતાના પરિવારને તમામ સુખ સુવિધા આપી. જો કે આજે પરિવારે તેમણે બેઘર કરી દીધા છે. લલિત શર્મા જણાવે છે કે પુત્રોએ સાસરીયાઓ સાથે મળીને ચાંદની ચોકનો બંગ્લો વેચી માર્યો. આ બંગ્લો વેચીને જે પૈસા આવ્યા તેમાંથી કંઈ નક્કર કરવાને બદલે ફાફડ ફોદા કરી દીધા. તેમના પુત્રો ગાઝિયાબાદનું ઘર પણ વેચવાનું કહે છે. જેનો કેસ અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે.
- International Chefs Day 2023: ઈન્ટરનેશનલ શેફ્સ ડે 2023 અંતર્ગત અમદાવાદ આવી પહોંચી છે ઈન્ડિયા શેફ્સ રાઈડ
- International Costal Clean up Day: માંડવી બીચ પર ક્લીન અપ ડ્રાઈવ યોજાઈ, 500 કિલો કચરો એકત્ર કરાયો