જલંધરઃઈન્ટરનેશનલ કબડ્ડી પ્લેયર સંદીપ નાંગલ અંબિયાની મેચ દરમિયાન ગોળી મારીને હત્યા(Murder in Punjab) કરવામાં આવી હતી. ગોળી વાગતાં સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. માહિતી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
આ પણ વાંચો:Jetpur Murder Case: છરીથી ગળું કાપી મહિલાની હત્યા કરતો પૂર્વ પતિ
કબડ્ડી ટીમના ખેલાડી સંદીપ નાંગર અંબિયાની હત્યા:મળતી માહિતી મુજબ, સોમવારે સાંજે સ્ટેડિયમમાં રમાઈ રહેલી કબડ્ડી ટૂર્નામેન્ટની મેચ દરમિયાન અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ થઈ ગયો હતો. આ ફાયરિંગમાં કબડ્ડી ટીમના ખેલાડી સંદીપ નાંગર અંબિયાને (Kabaddi player Sandeep Nangal Ambia) ઘણી ગોળીઓ વાગી હતી. આ જોઈને દર્શકોમાં નાસભાગ મચી ગઈ હતી. કોઈ સમજે તે પહેલા ગોળીબાર કરનારા બદમાશો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ થયા હતા.
ખેલાડીનું રસ્તામાં મોત નીપજ્યું :ઘટનાસ્થળે હાજર લોકો ઘાયલ ખેલાડીને ફોર વ્હીલરમાં લઈને હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ વધુ લોહી વહી જવાને કારણે ઈજાગ્રસ્તનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું. બીજી તરફ માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગઈ છે. આ વિસ્તારમાં સ્થિતિ વધુ વણસે નહીં તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ અધિકારીઓએ સ્થળ પર હાજર લોકોની પૂછપરછ કરી અને ફાયર કરવા આવેલા બદમાશો વિશે કડીઓ લેવાનું શરૂ કર્યું અને આસપાસના વિસ્તારમાં નાકાબંધી શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો:ગોમતીપુરમાં 4 શખ્સોએ જાહેરમાં એક યુવાને તિક્ષણ હથિયાર પતાવી દીધો
પોલીસે તમામ પાસાઓની તપાસ શરૂ કરી :પોલીસે એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, માર્યા ગયેલા ખેલાડીને લેવડ-દેવડ કે અન્ય કોઈ કારણોસર કોઈની સાથે દુશ્મનાવટ હતી કે કેમ. હાલ પોલીસે મૃતકના પરિજનો સાથે વાત કર્યા બાદ હત્યાને લગતા તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે.