ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શું તમને ખબર છે ફ્રેન્ડશિપ ડે ઉજવવાનુું ક્યારે અને કેવી રીતે થયું હતું શરુ... - આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસનો ઇતિહાસ

વિશ્વના દેશો બે વખત મિત્રતા દિવસની ઉજવણી કરે છે. ભારત સહિત બાંગ્લાદેશ, મલેશિયા, સંયુક્ત આરબ અમીરાત અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા જેવા દેશો દર વર્ષે ઑગસ્ટના પ્રથમ રવિવારે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરે છે. અન્ય ઘણા દેશોમાં, 30 જુલાઈને આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ (International friendship day) તરીકે ઉજવવામાં આવે છે.

શું તમને ખબર છે ફ્રેન્ડશિપ ડે ઉજવવાનુું ક્યારે અને કેવી રીતે થયું હતું શરુ...
શું તમને ખબર છે ફ્રેન્ડશિપ ડે ઉજવવાનુું ક્યારે અને કેવી રીતે થયું હતું શરુ...

By

Published : Jul 30, 2022, 12:02 PM IST

ન્યુઝ ડેસ્ક: મિત્રતા એક સુંદર બંધન છે જે કોઈ સંબંધમાં બંધાયેલું નથી. તે એક એવું બંધન છે જેને લોકો હંમેશા માટે વહાલ કરે છે, પછી ભલેને તેમની ઉંમર ગમે તે હોય. આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ દર વર્ષે 30મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ મિત્રતાની ઉજવણી તેમજ નવા લોકોને મળવા અને મિત્રો બનાવવાના વિચારને પ્રોત્સાહન આપવાનો છે.

આ પણ વાંચો:બોમ્બે હાઈકોર્ટે એરપોર્ટ નજીક 48 ઈમારતો તોડી પાડવાનો આપ્યો આદેશ

આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ 2022:આજે એટલે કે 30મી જુલાઈના રોજ, આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ 2022ની (International friendship day 2022) ઉજવણી કરવામાં આવી રહી છે. દુનિયામાં મિત્રતાનો સંબંધ સૌથી કિંમતી માનવામાં આવે છે. લોહીનો સંબંધ ભલે ન હોય, પણ આ દુનિયાનો સૌથી સુંદર સંબંધ છે, જે દિલથી થાય છે. આ એવી લાગણી છે, જેમાં વ્યક્તિ ક્યારેય એકલતા અનુભવતો નથી. મિત્રતા એક એવો સંબંધ છે, જે જન્મથી મૃત્યુ સુધી જળવાઈ રહે છે.

આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસનો ઇતિહાસ:2011 માં, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ જાતિ, રંગ, લિંગ, ધર્મ વગેરેને ધ્યાનમાં લીધા વિના વિવિધ દેશોના લોકો વચ્ચે મિત્રતાનું મજબૂત બંધન બનાવવાના ઉદ્દેશ્ય સાથે મિત્રતા દિવસની જાહેરાત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ (International friendship day) એ યુનેસ્કો દ્વારા શાંતિની સંસ્કૃતિને મૂલ્યો, વલણ અને વર્તણૂકોના સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરવાના પ્રસ્તાવ પર આધારિત પહેલ છે, જે હિંસાને નકારે છે અને સમસ્યાઓના નિરાકરણના દૃષ્ટિકોણથી તેમના મૂળ કારણોને સંબોધીને સંઘર્ષને રોકવાનો પ્રયાસ કરે છે. આ પછી તેને 1997માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:ભગતસિંહ કોશ્યારી ગુજરાતીઓ વિશે એવું તો શું બોલ્યા કે ભડક્યા સંજય રાઉત

જુલાઈ અને ઓગસ્ટનો ફ્રેન્ડશિપ ડે છે અલગ:વિશ્વના દેશો બે વખત મિત્રતા દિવસની ઉજવણી કરે છે. ભારત સહિત બાંગ્લાદેશ, મલેશિયા, સંયુક્ત આરબ અમીરાત અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા જેવા દેશો દર વર્ષે ઑગસ્ટના પ્રથમ રવિવારે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી (Celebrating Friendship Day) કરે છે. જો કે, અન્ય ઘણા દેશોમાં, 30 જુલાઈને આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ શા માટે ઉજવવામાં આવે છે?: આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસની શરૂઆત 1935માં અમેરિકામાં થઈ હતી. તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે અમેરિકી સરકાર દ્વારા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જેની યાદ અને દુ:ખમાં તેના એક મિત્રએ આપઘાત કરી લીધો હતો. ત્યારથી, સરકારે તે દિવસને ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી આ દિવસ ઉજવવાની પ્રથા ચાલી રહી છે. મિત્રતાની ભાવનાને જીવંત રાખવા અને મિત્રતાની ક્ષણોને યાદગાર બનાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details