ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 મે સુધી વધારવામાં આવ્યો - ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશન

દેશભરમાં કોરોના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને 25 માર્ચ, 2020ના રોજ પેસેન્જર એર સેવાઓનું સસ્પેન્શન કરવામાં આવ્યું હતું. જો કે, સ્થાનિક ફ્લાઇટ સેવાઓ 25 મે, 2020થી ફરી શરૂ થઈ.

આંતરરાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય

By

Published : Apr 30, 2021, 11:00 PM IST

  • આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં રોક
  • ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશન દ્વારા જાહેર કરાયો પરિપત્ર
  • જુના પરિપત્રમાં થયા નવાં સુધારા

નવી દિલ્હી: શુક્રવારે ભારતે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ 31મે 2021 સુધી સ્થગિત કરી છે. જો કે,આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની ફ્લાઇટ્સ હવાઈ મુસાફરીના બબલ શાસન હેઠળ કાર્યરત રહેશે.

આ પણ વાંચો:6 જૂન પછી એર ઈન્ડિયા મિડલ સીટ માટે બુકિંગ નહીં કરી શકે: સુપ્રીમ કોર્ટ

26-06-2020ના રોજ જાહેર કરાયો હતો પરિપત્ર

ડિરેક્ટોરેટ જનરલ સિવિલ એવિએશન (DGCA) દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, સક્ષમ ઓથોરિટીએ અનુસૂચિત આંતરરાષ્ટ્રીય વ્યાપારી પ્રવાસીની સેવાઓ પર જાહેર કરેલા પરિપત્રની માન્યતા 31 મે 2021ની રાત સુધી વધારી દીધી છે. પરિપત્રમાં જણાવ્યું છે કે, આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો કામગીરી અને ફ્લાઇટ્સ, ખાસ કરીને DGCA પર લાગુ નહીં પડે. દેશમા કોરોનાની બીજી લહેરમાં થયેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને પેસેન્જર એર સર્વિસિસ પર રોક વધારવામાં આવી છે. દેશભરમાં કોરોના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને 25 માર્ચ, 2020ના રોજ પેસેન્જર એર સેવાઓનું સસ્પેન્શન કરવામાં આવ્યું હતું. જો કે, સ્થાનિક ફ્લાઇટ સેવાઓ 25 મે, 2020 થી ફરી શરૂ થઈ છે.

ABOUT THE AUTHOR

...view details