- તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થશે
- કોરોનાના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે
- એર બબલ કરાર હેઠળ વિશેષ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ્સ કાર્યરત થશે
નવી દિલ્હી: લાંબી રાહ જોયા બાદ 15 ડિસેમ્બરથી ફરી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ (international flights from india) શરૂ થઈ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે (ministry of civil aviation about international flights) , 15 ડિસેમ્બરથી ભારતમાં આવતી-જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ (International Flights) સામાન્ય રીતે ઓપરેટ (international flights operate in india) થશે.
એર બબલ કરાર હેઠળ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ કાર્યરત થશે
ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 રોગચાળા (covid 19 in india)ને કારણે 23 માર્ચ, 2020થી ભારતમાં આવતી અને જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે. જો કે ગયા વર્ષે જુલાઈથી, લગભગ 28 દેશોની સાથે થયેલા એર બબલ કરાર (air bubble agreement with 28 countries) હેઠળ વિશેષ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ્સ કાર્યરત થઈ રહી છે.
ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય વચ્ચે મંત્રણા