ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Jodhpur Flight Emergency Landing : જોધપુરમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, મહિલા મુસાફરનું મોત

સાઉદી અરેબિયાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મહિલા મુસાફરની બગડતી તબિયતને કારણે જોધપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મહિલાને જોધપુરની ગોયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

ઈન્ડિગોની ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગ માટે વિનંતી
ઈન્ડિગોની ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગ માટે વિનંતી

By

Published : Feb 7, 2023, 7:24 PM IST

જોધપુર(રાજસ્થાન): જોધપુર એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત બગડતાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ મહિલા મુસાફર મિશ્રા બાનોને મંગળવારે સવારે લગભગ 11 વાગે ગોયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

મહિલાની તબિયત બગડતાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ:મળતી માહિતી મુજબ મહિલા જમ્મુ-કાશ્મીરના હજારીબાગની રહેવાસી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સવારે લગભગ 10:45 વાગ્યે જોધપુર ATCને સાઉદી અરેબિયાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગ માટે વિનંતી મળી. આ પછી એટીસીએ એરપોર્ટ મેનેજમેન્ટને જાણ કરી. તેમજ મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટના લેન્ડિંગને ધ્યાનમાં રાખીને એરપોર્ટ મેનેજમેન્ટે એમ્બ્યુલન્સને પાર્કિંગમાં મોકલી હતી.

આ પણ વાંચો:Rahul gandhi on adani modi relationship: પહેલા અદાણીના વિમાનમાં મોદી જતા હવે મોદીના વિમાનમાં અદાણી જાય છે

ડોક્ટર પહોંચે તે પહેલા જ મહિલાનું મોત: ફ્લાઈટ લેન્ડ થતાની સાથે જ ડોક્ટરોની ટીમ ફ્લાઈટમાં ગઈ અને મહિલા પેસેન્જર સાથે નીચે ઉતરી. મહિલા પેસેન્જરને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં ગોયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. મૃતક મહિલાની ઓળખ 61 વર્ષીય મિશ્રા બાનો તરીકે થઈ હતી. જે જમ્મુ અન કાશ્મીરના હજારીબાગની રહેવાસી હતી. ગોયલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે મહિલા અમારા સુધી પહોંચે તે પહેલા જ મૃત્યુ પામી ચૂકી હતી. આ અંગે એરપોર્ટ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:Jamia Violence Case: શરજીલ ઈમામને નિર્દોષ જાહેર કરાતા દિલ્હી પોલીસ હાઈકોર્ટ પહોંચી

છાતીમાં ભારે દુખાવો ઉપડતાં મોત:પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મહિલાની સાથે તેનો પુત્ર મુઝફ્ફર પણ હતો. મુઝફ્ફરે જણાવ્યું કે તે તેની માતા મિશ્રા સાથે સાઉદી અરેબિયા ગયો હતો. તે ભારત પરત ફરી રહ્યો હતો. સાઉદી અરેબિયાથી નવી દિલ્હીની ફ્લાઈટ અને નવી દિલ્હીથી શ્રીનગરની કનેક્ટિંગ ફ્લાઈટ હતી.અચાનક તેની માતાને છાતીમાં ભારે દુખાવો થવા લાગ્યો. તેણે આ અંગે ફ્લાઈટ ટીમને જાણ કરી હતી. ઈન્ડિગો સ્ટાફે મહિલાની હાલતને જોતા ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય લીધો હતો. પછી ફ્લાઈટને જોધપુર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.અહીંથી મહિલાને રેસિડેન્સી રોડ પર આવેલી ગોયલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details