ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 2:49 PM IST

ETV Bharat / bharat

International Democracy Day: આજે લોકશાહી દિવસની વિશ્વભરમાં થઈ રહી છે ધામધૂમપૂર્વક ઉજવણી

15 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુએન હંમેશા મનવ અધિકારો અને વિકાસના એજન્ડા પર કાર્ય કરે છે. તેથી યુએન જનરલ એસેમ્બલીએ 8 નવેમ્બર,2007ના રોજ 15 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. વિશ્વના 56 દેશોએ લોકશાહી શાસન પ્રણાલિ અપનાવી છે. જેમાં ભારત, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઈઝરાયલ, ઈંગ્લેન્ડ, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ વગેરેનો સમાવેશ થાય છે. વાંચો આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ સંદર્ભે ભારતમાં કરવામાં આવતી ઉજવણી વિશે.

15 સપ્ટેમ્બરે ઉજવાય છે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ
15 સપ્ટેમ્બરે ઉજવાય છે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ

નવી દિલ્હીઃભારતને લોકશાહીની માતા ગણવામાં આવે છે. વડાપ્રધાન વારંવાર ભારપૂર્વક જણાવે છે કે લોકશાહી આપણી ભાવનામાં અને નસોમાં વહે છે. ભારતયી સંસદના બંને ગૃહો 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન પાંચ દિવસીય વિશેષ સત્ર માટે તૈયાર છે. અમૃતકાળમાં સંસદમાં પરિણામલક્ષી ચર્ચાઓ કરવામાં આવશે.

લોકશાહી એટલે શું? આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસએ લોકશાહીના અર્થને વ્યાપક પ્રમાણમાં ઉજાગર કરે છે. લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો માટે અને લોકોનું શાસન. લોકશાહી માનવ અધિકારોના રક્ષણ સંદર્ભે રચાયેલી પ્રણાલિ છે. લોકશાહી નાગરિક, સમાજ અને રાજકીય વર્ગના સંબંધો પર આધારિત છે.

લોકશાહી દિવસની વિશિષ્ટ થીમઃ લોકશાહી દિવસની ઉજવણીમાં દર વર્ષે વિશિષ્ટ થીમ નક્કી કરવામાં આવે છે. જે પ્રમાણે સમગ્ર વિશ્વમાં વિશિષ્ટ પ્રકારની ઉજવણીઓ થાય છે. લોકશાહી દિવસની કેટલીક પ્રચલિત થીમમાં 2019માં 'ભાગીદારી', 2020માં "કોવિડ-19: એ સ્પોટલાઈટ ઓન ડેમોક્રેસી","લોકશાહીને મજબૂત કરવી", "યુવાનોને લોકશાહી સાથે જોડવા","નાગરિક સમાજનું લોકશાહીમાં સ્થાન" અને "લોકશાહી અને ટકાઉ વિકાસ માટે 2030 એજન્ડા"નો સમાવેશ થાય છે.

આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનું મહત્વ અને ઉજવણીઃ આ દિવસે નાગરિકો અને સરકારોને માનવ અધિકારોનું સન્માન કરવા અને લોકશાહીમાં અર્થપૂર્ણ ભાગીદારી વિશે સમજ અને જાગૃતિ કેળવાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે લોકોની સમસ્યા, પડકારોનો ઉકેલ લાવવા માટે સરકાર વધુ કટિબદ્ધ બને તેમજ નાગરિકોને સુરક્ષિત અને સુલભ વાતાવરણ પૂરૂ પાડે તે આવશ્યક છે. આ દિવસને નાગરિકો અને સંસ્થાઓ વિશિષ્ટ રીતે ઉજવે છે. જેમાં લોકશાહી વિશે જાગૃતિ લાવવા ચર્ચા, પરિસંવાદ, પરિષદોનું આયોજન કરવામાં આવે છે. લોકશાહીને વધાવવા માટે જાહેર અભિયાનો પણ યોજાય છે.

  1. 'વિશ્વ લોકશાહી દિવસ' નિમિત્તે લોકશાહી ઉપર જુદા-જુદા રાજકીય પક્ષોના વિચારો
  2. આજે International Democracy Day, જાણો આ દિવસનું મહત્ત્વ

ABOUT THE AUTHOR

...view details