હૈદરાબાદઃ જેમ જેમ સમય વીતે છે તેમ તેમ વૈશ્વિક પર્યાવરણની સમસ્યાઓ ગંભીર થતી જાય છે. પાણી, જંગલ અને જમીન પર અસ્તિત્વ ધરાવતા વૃક્ષો, છોડ અને વિવિધ સજીવોને અસર થઈ રહી છે. ખતરામાં રહેલી જૈવિક વિવિધતાને બચાવવા માટે એક નક્કર નીતિ અને ઈચ્છાશક્તિની આવશ્યકતા છે. સામાન્ય ભાષામાં કહીએ તો દુર્લભ જૈવ વિવિધતાવાળા સ્થળ અને નેચર સાઈટ્સને બાયોસ્ફીયર રિઝર્વ કહેવામાં આવે છે. યુનેસ્કો અનુસાર 134 દેશોમાં બાયોસ્ફીયર રિઝર્વની સંખ્યા 748 છે. જેમાં 23 ટ્રાન્સબાઉન્ડ્રી સાઈટ્સનો પણ સમાવેશ થાય છે. આ બોયોસ્ફીયર રિઝર્વને બચાવવા, સંરક્ષણ કરવા માટે દર વર્ષે ઈન્ટરનેશનલ ડે ફોર બાયોસ્ફીયર રીઝર્વ્ઝ્સને ઉજવવામાં આવે છે.
3 નવેમ્બરે ઉજવાય છે આ દિવસઃ 2021માં યોજાયેલ યુનેસ્કોની જનરલ કોન્ફરન્સના 41મા સત્ર દરમિયાન ઈન્ટરનેશનલ ડે ફોર બાયોસ્ફીયર રીઝર્વ્ઝ્સ માટે 3 નવેમ્બરને પસંદ કરવામાં આવી હતી. કુદરત સાથે અનુકૂલન સાધીને પૃથ્વીને બહેતર બનાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પહેલો ઈટરનેશનલ ડે ફોર બાયોસ્ફીયર રીઝર્વ્ઝ્સ 3 નવેમ્બર 2022ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિવસ બીજી વખત ઉજવાઈ રહ્યો છે.
MaB કાર્યક્રમની શરુઆતઃ 1971માં યુનેસ્કો દ્વારા મેન એન્ડ ધી બાયોસ્ફીયર(MaB) કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. બાયોસ્ફીયરના સંરક્ષણ માટે આ કાર્યક્રમનું યોગદાન મહત્વનું છે. સમગ્ર વિશ્વમાં આજે 748 બાયોસ્ફીયર રીઝર્વ્ઝ્સ છે. જેમનું આંતરરાષ્ટ્રીય સ્તર પર સંરક્ષણ થવું ખૂબ જરૂરી છે. રાષ્ટ્રીય સ્તરે તેમના સંરક્ષણ માટે નીતિઓ બનાવવામાં આવી છે. જેમાં વિશ્વના દુર્લભ સ્થળો સમાવિષ્ટ છે. ધી બાયોસ્ફીયર કાર્યક્રમ જૈવિક વિવિધતાની નીતિની સફળતા દર્શાવવાની તક પૂરી પાડે છે.
જૈવિક વિવિધતા શું છે ?: જૈવિક વિવિધતામાં પાણી, જંગલ અને જમીન પર વસતા જીવો અને તેમના નિવસનતંત્રનો સમાવેશ થાય છે. જેમાં પ્રાણીઓની જાતિઓમાં અને નિવસનતંત્રની વૈવિધ્યતાનો સમાવેશ થાય છે. બાયોસ્ફીયર રીઝર્વ્ઝ્સમાં અનેક જીવો અને વનસ્પતિઓ છે જેમનો IUCN Red Listમાં સમાવેશ થાય છે.
બાયોસ્ફીયર રીઝર્વ્ઝ્સના માપદંડઃ ભારતમાં બાયોસ્ફીયર રીઝર્વ્ઝ્સની પસંદગી રાજકીય સ્તરે કે પછી રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવે છે તેના વિશે જાણીએ. યુનેસ્કોએ બાયોસ્ફીયર રીઝર્વ્ઝ્સની પસંદગી માટે માપદંડ નિર્ધારીત કર્યા છે. કેન્દ્ર સરકાર બાયોસ્ફીયર રીઝર્વ્ઝ્સ માટે પ્રસ્તાવ મોકલે છે જેને વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફીયર રીઝર્વ્ઝ્સ ચકાસે છે. દરેક માપદંડનું પાલન થાય છે કે નહિ તેની તપાસ કરવામાં આવે છે. જો પ્રસ્તાવિત બાયોસ્ફીયર રીઝર્વ્ઝ્સ દરેક માપદંડમાં યોગ્ય ઠરે તો તેને યુનેસ્કોની બાયોસ્ફીયર રીઝર્વ્ઝ્સ લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે.
બાયોસ્ફીયર રીઝર્વ્ઝ્સના 3 ઝોનઃ બાયોસ્ફીયર રીઝર્વ્ઝ્સમાં વિસ્તારને 3 ઝોનમાં વહેંચવામાં આવે છે. જેમાં કોર એરિયા, બફર ઝોન અને ટ્રાન્ઝિટ એરિયા. કોર એરિયા જીવો અને વનસ્પતિ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં આવે છે. આ વિસ્તારમાં કોઈપણ અનધિકૃત વ્યક્તિને પ્રવેશવાની મનાઈ હોય છે. જ્યારે બફર ઝોન શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને વિવિધ પ્રકારના નિરીક્ષણ માટે ઉપયોગી છે. ટ્રાંજિશન એરિયામાં કેટલીક મર્યાદિત ગતિવિધિઓ થાય છે જેમાં માનવ વિકાસની પ્રક્રિયાઓને પરવાનગી અપાય છે.
કેન્દ્ર સરકારના બાયોસ્ફીયર રીઝર્વ્ઝ્સની યાદી
1. નિલગીરી, તમિલનાડુ-કેરળ-1986
2. નંદા દેવી, ઉત્તરાખંડ-1988
3. નોકરેક, મેઘાયલ-1988
4. ગ્રેટ નિકોબાર અંદમાન-1989
5. મન્નારની ખાડી, તમિલનાડુ-1989
6. માનસ, આસમ-1989
7. સુંદરવન, પશ્ચિમ બંગાળ-1989
8. સિમિલિપાલ, ઓડિશા-1994
9. ડિબ્રુ-સૈખોવા, આસમ-1997
10. દેહાંગ-દેબાંગ, અરુણાચલ પ્રદેશ-1998
11. પંચમઢી, મધ્ય પ્રદેશ-1999
12. કંચનજંઘા, સિક્કિમ-2000