હૈદરાબાદ:નૃત્ય કલાનું એક એવું સ્વરૂપ છે જે વિશ્વના દરેક ખૂણે જોવા મળે છે. વિવિધ પ્રદેશો, જાતિઓ અને સમાજોના નૃત્યના પોતાના સ્વરૂપો છે. વર્ષોથી, લોકોએ તેને કસરતના સ્વરૂપ તરીકે પણ કરવાનું શરૂ કર્યું છે. વિશ્વ સાથે નૃત્યનો આનંદ વહેંચવા અને નૃત્યના તમામ પ્રકારોને પ્રોત્સાહન આપવા માટે આજે 29મી એપ્રિલે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ 2023ની થીમ "Dance For Life" છે.
કોની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે:ઇન્ટરનેશનલ ડાન્સ ડેની રચના 1982માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (ITI)ની નૃત્ય સમિતિ દ્વારા કરવામાં આવી હતી, જે યુનેસ્કોની પર્ફોર્મિંગ આર્ટ્સમાં મુખ્ય ભાગીદાર છે. જીન-જ્યોર્જ નોવેરેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. જીન જ્યોર્જ નોવેરેનો જન્મ 29 એપ્રિલ, 1727 ના રોજ થયો હતો. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ તેમની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. નોવેરે એક ફ્રેન્ચ નૃત્યાંગના હતા જેમણે બેલેને સ્વતંત્ર કલા સ્વરૂપ તરીકે સ્થાપિત કર્યું હોવાનું માનવામાં આવે છે.
આ પણ દિવસઃWORLD BOOK DAY 2023 : જાણો પુસ્તકોની અદ્ભુત દુનિયા વિશે