ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Palestinian Gaza Conflict: પ્રિયંકાએ પેલેસ્ટાઈનમાં લોકોના મોત માટે વિશ્વ નેતાઓને લગાવી ફટકાર - કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પેલેસ્ટાઈનમાં તાત્કાલિક યુદ્ધવિરામની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સાથે નામ લીધા વિના તેણે આ યુદ્ધ માટે વિશ્વના નેતાઓને જવાબદાર ગણાવ્યા હતા.

પ્રિયંકાએ પેલેસ્ટાઈનમાં લોકોના મોત માટે વિશ્વ નેતાઓને લગાવી ફટકાર
પ્રિયંકાએ પેલેસ્ટાઈનમાં લોકોના મોત માટે વિશ્વ નેતાઓને લગાવી ફટકાર

By ETV Bharat Gujarati Team

Published : Nov 5, 2023, 4:40 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે વિશ્વ નેતાઓ પર પેલેસ્ટાઇનમાં હજારો લોકોની 'નરસંહાર'નો આરોપ મૂક્યો હતો. તેમણે માંગ કરી હતી કે આંતરરાષ્ટ્રીય સમુદાયે તાત્કાલિક યુદ્ધવિરામનો અમલ કરવો જોઈએ. ઈઝરાયેલ કે અન્ય કોઈ દેશનું નામ લીધા વિના તેમણે કહ્યું કે મુક્ત વિશ્વના દેશોએ પરિસ્થિતિને ભયાનક બનાવી દીધી છે. તેમણે કહ્યું કે અંદાજે 10,000 પેલેસ્ટિનિયન નાગરિકોની હત્યા કરવામાં આવી છે.

કોંગ્રેસ નેતાએ X પર એક પોસ્ટ કરીને પોતાના વિચારો શેર કર્યા. તેમણે કહ્યું કે આ ભયાનક અને શરમજનક છે. આશરે 10,000 નાગરિકો, જેમાંથી આશરે 5,000 બાળકો છે, હત્યાકાંડનો ભોગ બન્યા હતા. આ હુમલામાં સમગ્ર પરિવારો નાશ પામ્યા હતા. હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. શરણાર્થી શિબિરોને નિશાન બનાવવામાં આવી છે. તેમ છતાં કહેવાતા મુક્ત વિશ્વ નેતાઓ પેલેસ્ટાઇનમાં નરસંહારને નાણાં આપવા અને સમર્થન આપવાનું ચાલુ રાખે છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ સમયે સૌથી નાનું પગલું યુદ્ધવિરામ હશે. જેના માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે તાત્કાલિક પહેલ કરવી જોઈએ. ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે ઈઝરાયેલના યુદ્ધ વિમાનોએ રવિવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાં એક શરણાર્થી શિબિર પર હુમલો કર્યો. જેમાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.

7 ઓક્ટોબરે હમાસે દક્ષિણી ઈઝરાયેલ પર ઓલઆઉટ એટેક કર્યો હતો. આ હુમલામાં લગભગ 1400 ઈઝરાયેલ અને વિદેશી નાગરિકો માર્યા ગયા હતા. જે બાદ ઈઝરાયેલે હમાસને ખતમ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે જ ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં સતત હવાઈ હુમલા કર્યા. હમાસે હજુ પણ 240 લોકોને બંધક બનાવ્યા છે.

  1. હવે મહિલા સૈનિકોને મળશે ડિલીવરી અને બાળસંભાળ માટે પેઈડ લીવ, રક્ષામંત્રી રાજનાથે કરી જાહેરાત
  2. Palestinian Gaza Conflict: હમાસે ગાઝાથી ઈઝરાયેલના સૌથી દૂરના વિસ્તાર પર કર્યા રોકેટ હુમલા

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details