ન્યુઝ ડેસ્કઃ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીના ઢોલ વાગી ચૂક્યા છે. તારીખ 1 ડિસેમ્બરના રોજ પહેલા ચરણનું (look at unique polling stations for elections)અને તારીખ 2 ડિસેમ્બરના રોજ બીજા ચરણનું મતદાન યોજાશે. ચૂંટણીનું પરીણામ તારીખ 8 ડિસેમ્બરના રોજ આવશે. ચૂંટણીપંચે ચૂંટણીને લઈને તમામ તૈયારી પુરી કરી લીઘી છે. પ્રેસ કોન્ફરન્સમાં ચુંટણી પંચે મતદારોને આગળ આવીને મત દેવાની અપીલ કરી છે. ગુજરાતની ચૂંટણી આમ તો દરેક રાજકીય પક્ષો માટે અતિ મહત્ત્વની મનાય છે. પણ આ ચૂંટણી રોચક એટલા માટે છે કે અહીં ઘણા એવા મતદાન કેન્દ્રો છે જે ખરા અર્થમાં અસાધારણ છે. ક્યાંક એક વ્યક્તિ માટે મત લેવા માટે ટીમ જાય છે તો ક્યાંક આફ્રિકાથી આવીને વસેલા સમુદાય માટે ખાસ મતદાન કેન્દ્રની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જોઈએ એક રીપોર્ટ.
ગીરઃગીર સિંહ અભયારણ્યની અંદર, પંચ એક જ મતદાર માટે મતદાન મથક ઉભું કરી રહ્યું છે, (GUJARAT ESSEMBLY ELECTION 2022 )અને EC કહે છે કે આ પહેલ ચૂંટણી સંસ્થાના સૂત્રને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે કે કોઈ મતદાર પાછળ ન રહે. જે મતદાર માટે આ મતદાન મથક બનાવાયું છે તે ગીરના જંગલમાં આવેલા એક પ્રાચીન શિવ મંદિરના પૂજારી મહંત ભરતદાસ બાપુ છે.
આલિયાબેટઃઆયોગ 217 મતદારો માટે સુવિધા સાથે ભરૂચ જિલ્લાના આલિયાબેટ ખાતે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરશે. અગાઉ મતદારોને મતદાન કરવા માટે 82 કિમીની મુસાફરી કરવી પડતી હતી. આ વિસ્તારમાં મતદાન મથક બનાવવા માટે કોઈ સરકારી કે અર્ધસરકારી ઈમારત ઉપલબ્ધ નથી.