- કોરોના સામેની જંગમાં જોડાઈ ભારતીય નૌસેના
- INS એરાવત કોરોના રાહત સામગ્રી સાથે વિશાખાપટ્ટનમમાં પહોંચ્યું
- ઓક્સિજનની આવશ્યકતાઓને પહોંચી વળવા ઓપરેશન સમુદ્ર સેતુ II શરૂ કરાયું
વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ): ઓપરેશન 'સમુદ્ર સેતુ II' દ્વારા ભારતીય સેના COVID-19 સામેની દેશની લડતને સમર્થન આપી રહી છે. આ અંતર્ગત ભારતીય નૌકાદળનું જહાજ INS એરાવત ગુરુવારના રોજ વિયેતનામ અને સિંગાપુરથી પ્રવાહી મેડિકલ ઓક્સિજન (LMO), ઓક્સિજન સિલિન્ડર અને વેન્ટિલેટર સહિતના મહત્વપૂર્ણ કોરોના રાહત માલસામાન સાથે વિશાખાપટ્ટનમ પહોંચ્યું હતું.
આ પણ વાંચો: વતનનું ઋણઃ અમેરિકા અને UKમાં વસતાં ડૉકટરે 90 કોન્સન્ટ્રેટર સિવિલ હોસ્પિટલને દાન કર્યા
INS એરાવત કોરોના રાહત સામગ્રી સાથે વિશાખાપટ્ટનમમાં પહોંચ્યું
INS એરાવત (INS Airavat) સાત ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કમાં 158 મેટ્રિક ટન પ્રવાહી તબીબી ઓક્સિજન, 2722 ઓક્સિજન સિલિન્ડર અને વિયેતનામ અને સિંગાપુરથી 10 વેન્ટિલેટર સહિત અન્ય કોરોના રાહત સામગ્રી સાથે વિશાખાપટ્ટનમમાં પહોંચ્યું હતું. ભારતીય નૌસેનાએ આ માહિતી આપી હતી.