- રિપોર્ટના આધારે આ પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે
- વિશેષ સેલના જવાનોએ પણ સુશીલ(shushil kumar) સાથે ફોટો સેશન કર્યું
- ફોટો વાયરલ થયા પછી વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા
નવી દિલ્હી: માંડોલી જેલથી તિહાર જેલમાં ખસેડવામાં આવતા કુસ્તીબાજ સુશીલ(shushil kumar) સાથે સેલ્ફી લેનારા પોલીસકર્મીઓની મુશ્કેલીઓ વધવા જઇ રહી છે. તેનો ફોટો વાયરલ થયા પછી વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. પોલીસનું કહેવું છે કે, તપાસ બાદ રિપોર્ટના આધારે આ પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
સુશીલને 23 મેના રોજ સાગર પહેલવાનની હત્યાના આરોપમાં પોલીસે ધરપકડ કરી હતી
સુશીલની 23 મેના રોજ સાગર પહેલવાનની હત્યાના આરોપમાં પોલીસે ધરપકડ કરી હતી. 2 જૂનથી તે માંડોલી જેલમાં કેદ હતો. શુક્રવારે સુશીલને માંડોલી જેલથી તિહાર જેલમાં ખસેડવામાં આવ્યો હતો. એક તરફ બટાલિયનના પોલીસકર્મીઓ તેને શિફ્ટ કરવા ગયા હતા, તો બીજી તરફ સ્પેશિયલ સેલના જવાનોને પણ સુરક્ષા માટે મોકલવામાં આવ્યા હતા. જે ટીમને વિશેષ સેલથી સુરક્ષા માટે મોકલવામાં આવી હતી તે જ ટીમે સુશીલની ધરપકડ પણ કરી હતી. સવારે એ જ ટીમે સુશીલને સુરક્ષા વચ્ચે તિહાર જેલમાં ખસેડ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર માંડોલી જેલમાં પહોંચતા સુશીલને જેલ પ્રશાસન દ્વારા આ પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવ્યો હતો. તેમને તિહાર જેલમાં ખસેડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પછી માત્ર ત્રીજી બટાલિયન જ નહીં, પરંતુ વિશેષ સેલના જવાનોએ પણ સુશીલ સાથે ફોટો સેશન કરવાનું શરૂ કર્યું. તેણે સુશીલ સાથે ઘણા ફોટા અને સેલ્ફી લીધી.
આ પણ વાંચો:રેસલર સાગર હત્યા કેસઃ સુશીલ કુમારનો ડંડેથી માર મારતો વીડિયો આવ્યો સામે