મોરબી: પુલ દુર્ઘટનામાં હતભાગીઓને શોધવા આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. જેમાં રાજ્યના વિવિધ વિસ્તારમાંથી આર્મી, નેવી, એરફોર્સ, NDRF, ફાયર બ્રિગેડની ટીમે આખી રાત મચ્છુ નદીમાં બચાવકાર્ય ચાલુ રહ્યું હતુ. આ ધટનાને લઈને મુખ્યપ્રધાન તેમજ ગૃહપ્રધાને અડધી રાતે ઘટનાસ્થળે જઈને દિશાસૂચન કર્યા હતા.(Machhu river rescue operation)
માંડ બચેલા વ્યક્તિએ કહી હૈયું હચમચાવનારી વાત, નજર સામે હતું મોત - injured from morbi bridge collapse
મોરબીમાં જે ઘટના બની તેને માત્ર ગુજરાતને જ નહીં પણ આખા દેશને હચમચાવીને રાખી દીધું છે,(morbi bridge collaps) ઝુલતો પુલ તુટવાથી લગભગ 133 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મરનારમાં 30 જેટલા બાળકોનો પણ સમાવેશ છે. હાલમાં આખા મોરબીમાં સન્નાટો છવાયેલ છે. આ ઘટનામાં અંદાજે 400 લોકો ડુબ્યા હતા , જેમાંથી ઘણા લોકો તરીને બહાર આવી જવાથી તેઓ બચી શક્યા હતા.
બીજાને બચાવવામાં સફળ રહ્યા:ઝુલતો પુલ તુટવાથી લગભગ 133 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મરનારમાં 30 જેટલા બાળકોનો પણ સમાવેશ છે. હાલમાં આખા મોરબીમાં સન્નાટો છવાયેલ છે. આ ઘટનામાં અંદાજે 400 લોકો ડુબ્યા હતા , જેમાંથી ઘણા લોકો તરીને બહાર આવી જવાથી તેઓ બચી શક્યા હતા. બચનારમાં નઈમ શેખ અને તેના 5 મીત્રો પણ છે. (injured from morbi bridge collapse)નઈમ શેખ અને તેના મીત્રોને તરતા આવડતુ હોવાથી તે બીજાને પણ બચાવવામાં સફળ રહ્યા હતા. બીજાને બચાવવામાં નઈમ શેખને ઈજા થતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના હૃદયદ્રાવક હતી:મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ નઈમ શેખ કહે છે, "અમારામાંથી 6 ત્યાં ગયા હતા, 5 પાછા આવી શક્યા છીએ, એક મૃત્યુ પામ્યો છે. હું તરી શકું છું. મારા મિત્રો અને મેં સાથે મળીને થોડા લોકોને બચાવવામાં સફળ પણ થયા હતા. આ ઘટના હૃદયદ્રાવક હતી. હું જ્યારે લોકોને સલામત સ્થળે લાવી રહ્યો હતો ત્યારે મને ઈજા થઈ હતી."