- કોરોનાની સાથે સાથે મ્યુકરમાઈકોસિસનું જોખમ વધ્યું
- ડાયાબિટીસ અને ICUમાં રહેનારા દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસનું સંક્રમણ જોવા મળે છે
- આગામી સમયમાં ધ્યાન નહીં રખાય તો ઘાતક સાબિત થઈ શકે છે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રવિવારે જણાવ્યું હતું કે, અનિયંત્રિત ડાયાબિટીસ અને લાંબા સમય સુધી ICUમાં રહેનારા કોરોનાના દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસનું સંક્રમણ જોવા મળે છે અને ધ્યાન રાખવામાં નહીં આવે તો તે ઘાતક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટ્યું: 24 કલાકમાં 11084 નવા કેસ સાથે 14,770 દર્દીઓએ કોરોનાને માત આપી
કેન્દ્રિય મંત્રાલય અને ICMRએ પરામર્શ જાહેર કર્યા
કેન્દ્ર સરકારે આ અંગે જાહેર પરામર્શમાં કહ્યું હતું કે, ફૂગ સંક્રમણ ખાસ કરીને તે લોકોને સંક્રમિત કરે છે, જેમની સારવાર ચાલી રહી છે અને તેમનામાં પર્યાવરણમાં હાજર રોગાણુઓથી લડવાની ક્ષમતા ઘટી જાય છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR) દ્વારા બીમારીની દેખરેખ, તપાસ અને સારવાર માટે તથ્ય આધારિત પરામર્શ જાહેર કર્યા છે.