- દુષ્કર્મના કેસના આરોપી કુખ્યાત આરોપી આસારામની તબિયત લથડી
- કુખ્તાય આસારામને સુરક્ષા સાથે જોધપુર એઈમ્સમાં મોકલવામાં આવ્યો
- કોરોનાથી સાજા થયા બાદ આસારામને ફરી જેલમાં મોકલાયો હતો
જોધપુર (રાજસ્થાન): કેન્દ્રિય જેલમાં સગીરા સાથે યૌન શોષણના મામલામાં આજીવન સજા ભોગવી રહેલો આસારામ બુધવારે સવારે ફરી એક વાર બીમાર પડ્યો છે. આથી આસારામને જોધપુર એઈમ્સમાં દાખલ કરાયો છે.
આ પણ વાંચો-આસારામ કોરોના પોઝિટિવ આવતા 45 દિવસની જામીન મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી
જેલ તંત્રએ સાવધાનીથી આસારામને એઈમ્સમાં દાખલ કર્યો
આપને જણાવી દઈએ કે, આસારામને પોસ્ટ કોવિડ સાથે જોડાયેલી હેરાનગતિ થઈ છે, જેના કારણે આજે જેલ તંત્રએ તેને સાવધાનીથી એઈમ્સમાં દાખલ કર્યો છે. અહીં ઈમરજન્સીમાં આરોગ્ય તપાસ પછી કોરોના વોર્ડ 5બીના પોસ્ટ કોવિડ બ્લોકમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો-આરોપી નારાયણ સાંઈને માતાની તબિયત લથડતાં ફર્લો મળ્યા, જેલની બહાર આવી લોકોને કરી આ અપીલ..
આસારામનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું
જેલના સૂત્રોના જણાવ્યાનુસાર, આસારામને મંગળવારે રાતથી જ બેચેની થતી હતી. આસારામનું ઓક્સિજન લેવલ પણ ઓછું થઈ રહ્યું હતું. તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યો હતો. જોકે, સવારે વધારે હેરાનગતિ થવાથી જેલના ડોક્ટર્સે તેને એઈમ્સમાં શિફ્ટ કરવાની સલાહ આપી હતી. જોકે, આસારામ તેના માટે તૈયાર નહતો, પરંતુ ત્યારબાદ તેને એઈમ્સમાં દાખલ કરાયો હતો.