ઈન્દોર: મધ્યપ્રદેશના ઈન્દોરમાં શાકભાજી વેચીને રહેતા પરિવારની દીકરીની સિવિલ જજના પદ માટે પસંદગી (Vegetable seller daughter becomes judge) થઈ છે. સંઘર્ષની ગરમીમાં લપેટાયેલી આ દીકરી કહે છે કે, જજની ભરતીની પરીક્ષામાં ત્રણ વખત નાપાસ થયા પછી પણ તેની નજર નિશાન પર જ રહી. તેણી ડગમગી ન હતી અને અંતે અંકિતા નાગરે તે સ્થાન હાંસલ કર્યું હતું જેની તેણી લાયક હતી.
આ પણ વાંચો:Neeraj Chopra car accident: ગોલ્ડન બોય તરીકે જાણીતા નીરજ ચોપરાની કારને પાનીપતમાં નડ્યો અકસ્માત
મુસાખેડી વિસ્તારમાં રહેતા અંકિતાના પિતા અશોક નાગર શાકભાજીની ગાડી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પુત્રી અંકિતાએ સિવિલ જજ સિલેક્શન (civil judge selection) પરીક્ષામાં SC ક્વોટામાં પાંચમું સ્થાન મેળવ્યું છે. અંકિતા નાગર કહે છે કે, તેને આ બધું સખત મહેનત પછી મળ્યું છે. અંકિતા તેના માતા-પિતા સાથે શાકભાજીની દુકાનમાં ભણવાની સાથે કામ કરતી હતી. તે દરરોજ 8 થી 10 કલાક અભ્યાસ માટે ફાળવતી હતી. સખત મહેનત બાદ તેને ત્રીજા પ્રયાસમાં આ સફળતા મળી હતી. અગાઉ તે બે વખત નિષ્ફળ ગઈ હતી, પરંતુ અંકિતાએ સંઘર્ષ ચાલુ રાખ્યો હતો અને હવે તેણે સફળતા મેળવી છે.