ઈન્દૌર: ખાણી-પીણી માટે જાણીતા શહેર ઈન્દૌરમાં (Indore Street Food) આમ તો અનેક વાનગીઓ મળે છે. ઈન્દૌરના ચાટ અને સેવપૌઆ દેશભરમાં જાણીતા છે, પણ અહીં જુદા જુદા પકવાનોને પીરસવાની શૈલી (Serving Food Style in Indore) પણ અલગ છે. અહીંયા કેટલીય એવી દુકાન છે જ્યાં પાન હાથમાં નહીં પણ સીધું મોઢામાં આપવામાં આવે છે. એટલું જ નહીં ચાટની દુકાનો પર ચાટને પીરસવાની સ્ટાઈલ પણ અલગ છે. ઈન્દૌરમાં છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈંગ દહીવડા (Flying Dahivada in Indore) ચર્ચામાં રહ્યા છે. આને ફ્લાઈંગ દહીવડા એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, વડુ ગ્રાહકોને પીરસવામાં આવે એ પહેલા જોશી વડાને હવામાં ફ્લાઈંગ કરે છે.
આ પણ વાંચો:બાસમતી ચોખા અને દાર્જિલિંગ ચા બાદ આ ભારતીય ઉત્પાદનો વિશ્વ બજારમાં પ્રવેશ્યા
આ વડા ક્યાં મળશે:એ પછી કેચ કરીને એક જ ચપટીમાં પાંચ પ્રકારના મસાલા છાંટીને ગ્રાહકોને એક ખાસ અંદાજમાં પીરસે છે. ઈન્દૌરમાં આવેલી માર્કેટમાં જોશીના દહીવડા એક બ્રાંડ સમાન છે. છેલ્લા થોડા સમયથી તે ચર્ચામાં છે એ પાછળનું કારણ દુકાનના માલિક સ્વ. રામચંદ્ર જોશીની ત્રીજી પેઢી ઓમ પ્રકાશ જોશી આ દુકાનનું સંચાલન કરી રહ્યા છે. વર્ષ 1977માં તેઓ દહીવડા ગ્રાહકોને આપતા પહેલા હવામાં ઉછાળતા હતા. એમની આ સ્ટાઈલ થોડી હટકે રહી હતી. આ સ્ટાઈલ ખુદ જોશીએ શોધી હતી. એ પછી ધીમે ધીમે આ વસ્તુ બ્રાંડ બની ગઈ. જેની ચર્ચા ન માત્ર ઈન્દૌરમાં પણ સમગ્ર દેશમાં થવા લાગી હતી.
તમે ક્યારેય ફ્લાઈંગ દહીવડા ખાધા છે ખરા? જોશીની પિરસવાની સ્ટાઈલ જોઈને વિદેશીઓ પણ થયા ઈમ્પ્રેસ
આ પણ વાંચો:રોજ દૂધ પીવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે
વિદેશીઓ પણ આવે છે: માત્ર બીજા રાજ્યના ટુરિસ્ટ જ નહીં પણ વિદેશથી આવેલા લોકો પણ આ દુકાનના દહીવડા ખાવા માટે આવે છે. ખાસ કરીને એમની પિરસવાની સ્ટાઈલ જોવા માટે લાઈન લગાવે છે. કેટલાક લોકો પહેલી વખત આ શૈલી જોઈને આશ્ચર્યમાં પણ પડી જાય છે. જ્યારે તેઓ દહીથી ભરેલા વડાને હવામાં 8થી 10 ફૂટ સુધી ઉછાળે છે પછી બીજા હાથે એનો કેચ કરે છે. આ સમયગાળા દરમિયાન દહીનું એક ટીપું પણ અંદરથી બહાર ઢોળાતું નથી. એટલું નહીં દહીં નીચે પણ પડતું નથી. બસ આ જ સ્ટાઈલ દહીવડાને એક બ્રાંડ બનાવે છે. દહીવડાના એક પ્લેટની કિંમત રૂપિયા 40 છે.