ઈન્દોર (મધ્યપ્રદેશ):જિલ્લામાં બાણગંગા પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા અને તેની પત્ની સહિત બે પત્રકારો વિરુદ્ધ ગંભીર કેસ નોંધવામાં આવ્યા છે.(case of rape blackmailing registered against bjp leader) પીડિત મહિલાની ફરિયાદ પર ભાજપના નેતા વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે. નેતાની પત્ની અને પત્રકારો પર બ્લેકમેલ કરવાનો આરોપ છે.
ધમકીઓ આપવાનું શરૂ કર્યું:જ્યારે પીડિતાએ ભાજપના નેતાની પત્નીને દુષ્કર્મની વાત કહી તો તેણે તેને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતુ. ત્યારબાદ બે પરિચિત પત્રકારોને મોકલીને પીડિતાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેના જ પતિ પાસેથી 50 હજાર રૂપિયા લાવવાની માંગણી કરી હતી.
વીડિયો વાયરલ:મહિલાની ફરિયાદ પર બાણગંગા પોલીસે ભાજપના વોર્ડ કન્વીનર વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધ્યો છે. સાથે જ તેમની પત્ની અને બે મીડિયાકર્મીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. તેમના પર બ્લેકમેલ કરીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનો આરોપ છે. બાણગંગા પોલીસે આ મામલામાં આરોપી પત્રકારો સામે બ્લેકમેલિંગનો કેસ નોંધી લીધો છે.
ટીઆઈએ શું કહ્યું?: ટીઆઈ રાજેન્દ્ર સોનીના જણાવ્યા અનુસાર,"ભગીરથપુરામાં રહેતી 35 વર્ષીય મહિલાની ફરિયાદ પર વોર્ડ કોઓર્ડિનેટર પ્રિતમ પાલ, તેની પત્ની પાયલ અને બે પત્રકાર આશિષ ચૌહાણ-રાકેશ પરમાર વિરુદ્ધ દુષ્કર્મ, ધમકી અને બ્લેકમેલિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. ભાજપ નેતાની પત્ની અને બે મીડિયાકર્મીઓ પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનો આરોપ છે."
લગ્ન કરવા માંગે છે:વર્ષ 2017માં પ્રીતમથી પીડિત મહિલાની ઓળખ થઈ હતી. તેણી તેને વોર્ડ કોઓર્ડિનેટર તરીકે ઓળખતી હતી. થોડા દિવસો પછી પ્રિતમ પાલે તેને રસ્તામાં રોકી હતી. તેણે તેણીને કહ્યું હતુ કે, "તે તેણીને પસંદ કરે છે ,લગ્ન કરવા માંગે છે અને "તે તેણીને પત્ની તરીકે રાખશે." પ્રિતમની આ વાતથી પીડિત મહિલા ડરી ગઈ હતી. તેણે આ વાત કોઈને કહી ન હતી. થોડા સમય બાદ પ્રીતમે વોર્ડના કામમાંથી મહિલાને મળવા બોલાવી હતી. મહિલા પહેલેથી જ પ્રીતમથી ડરી ગઈ હતી, તેથી તે તેની પાડોશી મહિલાને સાથે લઈ ગઈ.
દુષ્કર્મ ગુજાર્યો:પ્રીતમે તેને કલ્વર્ટ ચોકી પાસે બોલાવી હતી. અહીં ત્રણ માળના મકાનમાં તેના પાડોશી મહિલાને બેસવા કહ્યું હતુ. આ પછી, તે તેણીને ઉપરના માળે લઈ ગયો હતો, ત્યારબાદ તેણીને ધમકી આપી અને તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. જો કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ડરના કારણે મહિલા ચુપચાપ તેના મિત્ર સાથે ત્યાંથી નીકળી ગઈ હતી.
મળવા બોલાવતો હતો:આ પછી પણ પ્રિતમે પીડિતાને ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું. તે તેને મળવા બોલાવતો હતો, પરંતુ મહિલા ગઈ નહોતી. લોકડાઉનમાં મદદ કરતી વખતે પ્રીતમ પાલ તેમને ફરી મળ્યા હતા. તેણે મહિલાને કહ્યું હતુુ કે, "પતિ તારી સંભાળ કેવી રીતે રાખશે?. હું તમારી સંપૂર્ણ સંભાળ રાખીશ." આ પછી તેણે કોર્પોરેશનનું કાર્ડ બનાવી મહિલાને મદદ કરી હતી.
સંબંધ બાંધ્યો:લોકડાઉન બાબતે તેણે મહિલાને સફાઈ કામદારનું કાર્ડ બનાવવાના બહાને વિજયનગર બોલાવી હતી. આ પછી તેણે ફરી મહિલા સાથે બળજબરીથી સંબંધ બાંધ્યો હતો. તેણે મહિલાને કહ્યું હતુ કે, "મેં તારા ફોટા અને વીડિયો બનાવ્યા છે. જો તુ આ વાત કોઈને કહીશ તો વીડિયો વાયરલ કરી દઈશ'. ત્યારપછી આ જ વાતની ધમકી આપીને તે મહિલા સાથે દુષ્કર્મ કરતો રહ્યો હતો.
કેમેરા સામે બોલવાનું કહ્યું:પીડિતાએ જણાવ્યું હતુ કે, "વર્ષ 2022માં તેણે પ્રીતમની પત્ની પાયલને આ વાત કહી હતી. ત્યારબાદ પાયલે તેને ધમકી પણ આપી હતી અને કહ્યું હતુ કે, "પતિ કહે તેમ કરતી રહે, નહીં તો સમાજમાં બદનામ કરીને બંને બાળકોને મારી નાખીશ." આ પછી પાયલે તેના બે સાથી પત્રકાર આશિષ ચૌહાણ અને રાકેશ પરમારને મહિલા પાસે મોકલ્યા હતા. બંનેએ મહિલાને પ્રિતમ પાલના કૃત્ય વિશે કેમેરા સામે બોલવાનું કહ્યું હતુ. આ દરમિયાન બંનેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેઓ મારો ચહેરો નહીં બતાવે. પરંતુ વીડિયો બનાવ્યા બાદ બંનેએ કહ્યું હતુ કે, "50 હજાર રૂપિયા લઈ આવો નહીંતર વીડિયો વાયરલ થઈ જશે."
વિડિયો વાયરલ કર્યો:આ પછી આશિષ ચૌહાણ અને રાકેશ પરમારે તેની સંમતિ વિના વિડિયો વાયરલ કર્યો હોવાનું પીડિતાએ જણાવ્યું હતું. એમાં પોતાનો ચહેરો પણ છુપાવ્યો ન હતો.