ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નશીલો પદાર્થ પીવડાવીને યુવતી પર દુષ્કર્મ, 3 મિત્રોએ જ આપ્યો ઘટનાને અંજામ - અશ્લીલ વીડિયો પણ બનાવ્યાં - મધ્યપ્રદેશ

ઇન્દોરના લસૂડિયા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ યરની વિદ્યાર્થિનીએ ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. યુવતીનું કહેવું છે કે તેના ત્રણ દોસ્ત અને એક મહિલા મિત્રએ મળીને ઘટનાને અંજામ આપ્યો છે. ફરિયાદના આધારે પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે.

નશીલો પદાર્થ પીવડાવીને યુવતી પર દુષ્કર્મ, 3 મિત્રોએ જ આપ્યો ઘટનાને અંજામ - અશ્લીલ વીડિયો પણ બનાવ્યાં
નશીલો પદાર્થ પીવડાવીને યુવતી પર દુષ્કર્મ, 3 મિત્રોએ જ આપ્યો ઘટનાને અંજામ - અશ્લીલ વીડિયો પણ બનાવ્યાં

By

Published : Aug 26, 2021, 3:22 PM IST

  • માંડૂ ફરવા ગયેલી યુવતી પર ગેંગરેપ
  • 3 મિત્રોએ આચર્યું દુષ્કર્મ, અન્ય એક યુવતીની સંડોવણી
  • યુવતીના અશ્લીલ વીડિયો પણ બનાવ્યા

ઇન્દોર: પોતાના દોસ્તો સાથે માંડૂ ફરવા ગયેલી ફર્સ્ટ યરની વિદ્યાર્થિનીની સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક અન્ય યુવતી પર સાથ આપવાના આક્ષેપો લાગ્યાં છે. પીડિતાએ લસૂડિયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તેનું કહેવું છે કે કોલ્ડ ડ્રિન્કમાં નશીલો પદાર્થ ભેળવીને તેના દોસ્તોએ ઘટનાને અંજામ આપ્યો. અત્યારે પોલીસે ચારેય આરોપીઓની વિરુદ્ધ દુષ્કર્મ સહિત અલગ-અલગ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. આરોપીઓને શોધખોળ કરવામાં આવી રહી છે.

પીડિત યુવતીએ દોસ્તો વિરુદ્ધ કરી ફરિયાદ

પીડિત યુવતીએ પોલીસને જણાવ્યું કે તે 23 ઑગષ્ટના પોતાના દોસ્ત હિતેશ, આશીષ, નકુલ અને એક અન્ય મહિલા મિત્રની સાથે ફરવા ગઈ હતી. ફર્યા બાદ જ્યારે સૌ કારમાં પાછા ફરી રહ્યાં હતાં, ત્યારે આશીષે તેને કોલ્ડ ડ્રિન્કમાં નશીલો પદાર્થ ભેળવીને પીવડાવ્યો, જેના કારણે તે બેભાન થઈ ગઈ. બેભાન અવસ્થામાં ત્રણેય યુવકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું. જ્યારે તે ભાનમાં આવી ત્યારબાદ આ સમગ્ર ઘટનાની ફરિયાદ કરવા માટે લસૂડિયા પોલીસ સ્ટેશન પહોંચી.

યુવતીના અશ્લીલ વીડિયો પણ બનાવ્યા

પીડિતાએ પોલીસને એ જાણકારી પણ આપી કે આરોપીઓએ દુષ્કર્મની સાથે જ તેના કેટલાક અશ્લીલ ફોટો અને વીડિયો પણ મોબાઇલમાં ઉતાર્યા છે. સાથે જ ફરિયાદ કરવા પર આ વીડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપી. યુવતીની ફરિયાદના આધાર પર પોલીસે ત્રણેય આરોપી યુવકો અને એક યુવતીની વિરુદ્ધ દુષ્કર્મ સહિત અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. અત્યારે તમામ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ પરિણીતા પર 3 શખ્સોએ ગેંગરેપ ગુજાર્યો અને બાદમાં કરી હત્યા

આ પણ વાંચોઃ અજમેરમાં ગુજરાતની યુવતી પર સામુહિક દુષ્કર્મ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details