ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IndiGo on flight mode:'યાત્રી કૃપયા ક્ષમા કિજીયે' ઈન્ડિગોની વેબસાઈટ, એપ અને ગ્રાહક સેવા ચેનલ 'ફ્લાઈટ' મોડમાં - ઈન્ડિગો એરલાઈન

ભારતની અગ્રણી પેસેન્જર એરલાઈન ઈન્ડિગોની વેબસાઈટ, એપ અને ગ્રાહક સેવા ચેનલો સિસ્ટમ અપગ્રેડ માટે ફ્લાઈટ મોડ પર છે. એરલાઈને પોતાની વેબસાઈટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી પોાતના ગ્રાહકોને આ વિશે જાણકારી આપી છે.

IndiGo on flight mode
IndiGo on flight mode

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2024, 11:10 AM IST

Updated : Jan 17, 2024, 11:33 AM IST

હૈદરાબાદ: ભારતની સૌથી મોટી પેસેન્જર એરલાઈન ઈન્ડિગોએ પોતાની સિસ્ટમ અપગ્રેડ કર્યા બાદ મંગળવારે રાત્રે ઓફલાઈન થઈ ગઈ, જેના કારણે મુસાફરો માટે વધુ એક મુશ્કેલીભરી સ્થિતિ પેદા થઈ ગઈ .

એરલાઈને તેની વેબસાઈટ અને તેના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોતાની ફ્લાઇટ મોડની જાહેરાત કરી છે. જોકે કંપનીએ બુધવારે સવારે 8.30 વાગ્યે સેવા પરત કાર્યરત થઈ જશે તેવું વચન આપ્યું હતું, તેમ છતાં નવીનતમ અપડેટ દર્શાવે છે કે વેબસાઇટ હજુ પણ અપગ્રેડની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.

ઈન્ડિગોએ પોતાની જાહેરાતમાં જણાવ્યું હતું કે, તેની વેબસાઈટ, મોબાઈલ એપ અને કોલ સેન્ટર કામ કરશે નહીં અને તેથી ચોક્કસ સમયમર્યાદામાં કોઈ બુકિંગ અને સુધારા-વધારા કરવામાં આવશે નહીં. એરલાઈને જણાવ્યું કે "અમે ફ્લાઇટ મોડ પર છીએ. ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે અમારી સિસ્ટમ અપગ્રેડ કરવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યાં છીએ"

ઇન્ડિગોએ જણાવ્યું હતું કે, "જ્યારે અમે અવિરત ફ્લાઇટ ઓપરેશનને સુનિશ્ચિત કરી રહ્યા છીએ, ત્યારે સેલ્ફ બેગેજ ડ્રોપ અને ડિજી યાત્રા અનુપલબ્ધ રહેશે, અને અમારી વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન અને સંપર્ક કેન્દ્રને અસર થવાના કારણે કોઈ બુકિંગ/મોડિફિકેશન/વેબ ચેક-ઇન થઈ શકશે નહીં''

સેવા બંધ થવાથી દેશભરના મુસાફરોને ઘણી અસુવિધા થઈ છે. જેમ કે મુસાફરોને ટિકિટ બુકિંગ, ફ્લાઇટ એડજસ્ટમેન્ટ અથવા વેબ ચેક-ઇન કરવામાં મુશ્કેલીઓ નડી.સિસ્ટમ બંધ થવાથી વિવિધ એરપોર્ટ પર અસ્તવ્યસ્ત સ્થિતિ પણ સર્જાઈ, કારણ કે મુસાફરોને જાતે જ માહિતી માંગવી પડી હતી. તેના કારણે ઈન્ડિગોના કાઉન્ટર્સ પર લાંબી કતારો અને વિવાદો પણ સર્જાયા હતા.

  1. Indigo flight passenger: લો બોલો...ફ્લાઇટ મોડી થઈ તો મુસાફરો એરક્રાફ્ટ પાર્કિંગમાં જ ખાવા બેસી ગયા, વીડિયો વાયરલ
  2. Mahua moitra: સરકારી બંગલો તાત્કાલીક ખાલી કરો, મહુઆ મોઈત્રાને એસ્ટેટ ડિરેક્ટોરેટની તાકીદ
Last Updated : Jan 17, 2024, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details