પંજાબ : ખરાબ હવામાનના કારણે ફરી એકવાર ઈન્ડિગોની ફ્લાઈટ પાડોશી દેશ પાકિસ્તાન પહોંચી ગઈ છે. બે અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે ઈન્ડિગોની ફ્લાઈટ પાકિસ્તાનની એરસ્પેસમાં પહોંચી છે. ફ્લાઈટ શ્રીનગરથી જમ્મુ જવા રવાના થઈ હતી. ટેકઓફ બાદ ખરાબ હવામાનને કારણે તે લગભગ પાંચ મિનિટ સુધી પાકિસ્તાનની એરસ્પેસમાં રહ્યું હતું. એક નહીં પરંતુ બે વખત આ ફ્લાઈટ પાકિસ્તાનની એરસ્પેસ પર આવી હતી. આખરે ફ્લાઈટનું અમૃતસરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.
ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં પ્રવેશી :મળતી માહિતી મુજબ આ ઘટના રવિવારે બપોરે બની હતી. ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-2124એ બપોરે લગભગ 3.36 વાગ્યે શ્રીનગરથી ટેકઓફ કર્યું હતું. ખરાબ હવામાનને કારણે ટેકઓફની 28 મિનિટ બાદ ફ્લાઈટ જમ્મુ-કાશ્મીરના કોટે જમીલ થઈને પાકિસ્તાનમાં પ્રવેશી હતી. ફ્લાઈટ લગભગ 5 મિનિટ સુધી પાકિસ્તાની એરસ્પેસમાં રહી અને સિયાલકોટ થઈને જમ્મુ માટે રવાના થઈ હતી. પરંતુ જમ્મુમાં ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ ત્યાં લેન્ડ થઈ શકી નહીં, ત્યારબાદ ફ્લાઈટ અમૃતસર જવા રવાના થઈ હતી. જે બાદ ફ્લાઇટ લગભગ 4.15 કલાકે ફરી ઉડાન ભરી હતી. આ પછી ફ્લાઈટ પાકિસ્તાનની સરહદમાં ઘુસી ગઈ હતી.
ખરાબ હવામાનના કારણે બની ઘટના : ફ્લાઇટ જમ્મુ અને કાશ્મીરના કડિયાલ કલાનથી પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી હતી અને લગભગ 4.25 વાગ્યે અમૃતસરના અજનલામાં કક્કર ગામ નજીક ભારતીય સરહદ પર પાછી ફરી હતી, એમ બંને દેશોના અધિકારીઓએ જણાવ્યું હતું. એરલાઈન્સે કહ્યું કે શ્રીનગર-જમ્મુ ઈન્ડિગોની ફ્લાઈટ રવિવારે ખરાબ હવામાનને કારણે પાકિસ્તાનના એરસ્પેસમાં પ્રવેશી હતી. એક એરલાઇન અધિકારીએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, ખરાબ હવામાનને કારણે, ઇન્ડિગો ફ્લાઇટ 6E-2124 થોડા સમય માટે પાકિસ્તાનની એરસ્પેસમાં પ્રવેશી હતી અને ફ્લાઇટનું અમૃતસર તરફ ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું. ઈન્ડિગોની ફ્લાઈટ પાકિસ્તાનના એરસ્પેસમાં પ્રવેશે તે પહેલા બંને દેશોના સંબંધિત અધિકારીઓને આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.
ઈન્ડિગોની ફ્લાઈટ 10 જૂને પણ પાકિસ્તાન પહોંચી હતી: ઈન્ડિગોની ફ્લાઈટ 10 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 8.01 કલાકે અમૃતસર એરપોર્ટથી અમદાવાદ માટે ટેકઓફ થઈ હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે થોડી જ મિનિટોમાં ફ્લાઈટને પાકિસ્તાન એરસ્પેસમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. જોકે, એરક્રાફ્ટ લગભગ 31 મિનિટ સુધી પાકિસ્તાની એરસ્પેસમાં રહ્યું હતું.
- IndiGo Plane Tail Strike: અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે ઈન્ડિગો પ્લેન ટેઈલ સ્ટ્રાઈકનો ભોગ બની
- ટાટા ગ્રુપની એર ઈન્ડિયા પાછળ છોડી ઈન્ડિગો કરશે અત્યાર સુધીનો સૌથી મોટો સોદો!