ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Tokyo Olympics 2020 Day 7 : 29 જુલાઇનો ભારતનો કાર્યક્રમ - badminton

ટોક્યો ઓલિમ્પિક્સનો છઠ્ઠો દિવસ ભારત માટે સારો દિવસ હતો. બેડમિંટન, તીરંદાજી અને બોક્સીંગના ખેલાડીઓએ દેશને સારા સમાચાર આપ્યા છે. તીરંદાજી અને બોક્સીંગમાં ભારત મેડલ જીતવાની નજીક આવી ગયું છે.

Tokyo Olympics 2020 Day 7
Tokyo Olympics 2020 Day 7

By

Published : Jul 28, 2021, 10:04 PM IST

Updated : Jul 29, 2021, 7:43 AM IST

  • સાતમાં દિવસે દેશને મેડલની આશા
  • સ્ટાર ખેલાડીઓ મેડલ માટે ખેલશે જંગ
  • બોક્સિંગમાં પૂજા રાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

હૈદરાબાદ:ભારત તરફથી મહિલા હોકી ટીમે દિવસની શરૂઆત કરી હતી. રાની રામપાલની અધ્યક્ષતામાં ભારતીય ટીમને ગ્રેટ બ્રિટને 4-1થી હરાવી, તેના પ્રથમ વિજયના લક્ષને હરાવી દીધુ હતું. જોકે શટલર પીવી સિંધુએ તેની બીજી મેચ જીત્યા બાદ નોકઆઉટમાં પ્રવેશ કર્યો છે.

બોક્સર પૂજા રાનીનો છેલ્લા 8માં રાઉન્ડમાં પ્રવેશ

તીરંદાજ દીપિકા કુમારી અને બોક્સર પૂજા રાનીએ છેલ્લા 8માં રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. તે જ સમયે, બેડમિંટનમાં પીવી સિંધુએ હોંગકોંગના ચીયૂંગ નગનને હરાવીને તે નોકઆઉટ તબક્કે પહોંચી ગઈ છે. ભારત પાસે અત્યાર સુધીમાં એક ચંદ્રક છે. મીરાબાઈ ચાનુએ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે.

ભારતની પદકની આશા જીવંત

ટોક્યો ઓલિમ્પિક્સના પાંચમા દિવસે પીવી સિંધુ, પૂજા રાની અને દીપિકા કુમારીએ ભારત માટે પોતપોતાની મેચ જીતી લીધી હતી અને ભારત માટે પદકની આશાને જીવંત રાખી હતી. બોક્સર પૂજા રાની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે.

2020ના સાતમાં દિવસે ભારત તરફથી મેડલની આશા

શટલર્સ પીવી સિંધુ અને તીરંદાજ દીપિકા કુમારી પ્રી ક્વાર્ટર્સમાં ઉતરી ચુકી છે. હવે 29 જુલાઈએ એટલે કે ટોક્યો ઓલિમ્પિક્સ 2020ના સાતમાં દિવસે ભારત તરફથી મનુ ભાકર, મેરી કોમ, પીવી સિંધુ વગેરે મેદાન પર ઉતરશે.

Tokyo Olympics 2020 Day 7

29 જુલાઈનું ભારતનું સમયપત્રક

  • છઠ્ઠા દિવસે શું જીત્યાં અને શું હાર્યા

મહિલા હોકી:ગ્રેટ બ્રિટને ભારતની મહિલા હોકી ટીમને 3-0થી હરાવી. ભારતીય ટીમની આ ત્રીજી હાર છે.

બેડમિંટન: પીવી સિંધુ હોંગકોંગના ચીયૂંગ નગન યીને હરાવીને નોકઆઉટમાં પહોંચી હતી. બી સાઇ પ્રણીત નેધરલેન્ડ્સના માર્ક કૈલજોઉ સામે 14-21, 14-21થી હારી ગયો હતો. આથી, પ્રણીતના ઓલિમ્પિક પ્રવાનો અંત આવી ગયો છે.

તીરંદાજી:દીપિકા કુમારી છેલ્લા 8માં રાઉન્ડમાં પહોંચી હતી, પ્રવીણ જાધવ પણ છેલ્લા 16માં રાઉન્ડમાં હારી ગયો હતો, તરુણદીપ રાય પણ ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર થયા છે.

બોક્સિંગ: પૂજા રાણી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. મેડલથી થોડી જ દૂર.

રોવિંગ :ભારતીય ટીમ ફાઇનલમાં પ્રવેશ કરી શકી નહીં.

Last Updated : Jul 29, 2021, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details