ગુજરાત

gujarat

ETV Bharat / bharat

70th Miss Universe 2021: ભારતની હરનાઝ સંધુ બની મિસ યુનિવર્સ, આ સવાલનો જવાબ આપીને જીત્યો ખિતાબ - મિસ ચંદીગઢનો ખિતાબ

હરનાઝ સંધુ બની મિસ યુનિવર્સ 2021 (harnaaz sandhu crowned miss universe 2021) ભારતની દીકરીને 21 વર્ષ પછી મળ્યો ખિતાબ, આ વર્ષે 12 ડિસેમ્બરે ઇઝરાયેલમાં 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા (70th Miss Universe contest 2021) યોજાઇ હતી.આ સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં 75 થી વધુ સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓએ ભાગ લીધો હતો, પરંતુ ભારતની હરનાઝ સંધુ સહિત ત્રણ દેશોની મહિલાઓએ ટોપ 3માં સ્થાન મેળવ્યું હતું.

India's Harnaaz Sandhu crowned Miss Universe 2021
India's Harnaaz Sandhu crowned Miss Universe 2021

By

Published : Dec 13, 2021, 9:09 AM IST

Updated : Dec 13, 2021, 9:55 AM IST

  • હરનાઝ સંધુ બની મિસ યુનિવર્સ 2021
  • ભારતની દીકરીને 21 વર્ષ પછી મળ્યો ખિતાબ
  • આ વર્ષે ઇઝરાયેલમાં 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઇ હતી

ન્યુઝ ડેસ્ક: મિસ યુનિવર્સ 2021 સ્પર્ધામાં ભારતની હરનાઝ સંધુએ ખિતાબ (harnaaz sandhu crowned miss universe 2021) જીત્યો છે. આ વર્ષે 12 ડિસેમ્બરે ઇઝરાયેલમાં 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા (70th Miss Universe contest) યોજાઇ હતી. આ સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં 75 થી વધુ સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓએ ભાગ લીધો હતો, પરંતુ ભારતની હરનાઝ સંધુ સહિત ત્રણ દેશોની મહિલાઓએ ટોપ 3માં સ્થાન મેળવ્યું હતું. જોકે, દક્ષિણ આફ્રિકા અને પેરાગ્વે બંનેને પાછળ છોડીને ભારતના હરનાઝ સંધુએ કોસ્મિક બ્યુટીનો તાજ પોતાના નામે કર્યો છે. આ સમારોહનો ભાગ બનવા માટે દિયા મિર્ઝા પણ ભારતથી આવી પહોંચી હતી. ઉર્વશી રૌતેલાએ આ વખતે મિસ યુનિવર્સ 2021ની (miss universe 2021) સ્પર્ધાને જજ કરી હતી.

આ સવાલનો જવાબ આપીને જીત્યો ખિતાબ

ત્રણેય ટોચના સ્પર્ધકોને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 'પ્રેશરનો સામનો કરતી મહિલાઓને તમે શું સલાહ આપશો? હરનાઝ સંધુએ આનો જવાબ આપતા કહ્યું કે, "પ્રેશરનો સામનો કરતી મહિલાઓએ માનવું પડશે કે તઓ અદ્વિતીય છે અને તે જ તમને સુંદર બનાવે છે." તેઓને આગળ આવીને પોતાના માટે બોલતા શીખવુ જોઈએ કારણ કે, તે પોતે જ પોતાના જીવનના નેતા છે. આ જવાબ સાથે હરનાઝે સંધુએ આ વર્ષનો મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતી લાધો છે.

હરનાઝ સંધુ કોણ છે

પંજાબના ચંદીગઢની રહેવાસી હરનાઝ સંધુ વ્યવસાયે મોડલ છે. 21 વર્ષીય હરનાઝે મોડલિંગ અને ઘણી સ્પર્ધાઓમાં ભાગ લેવા અને જીતવા ઉપરાંત પોતાના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે. હરનાઝે વર્ષ 2017માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ તેણે મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયાનો (Miss Max Emerging Star India) ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ બે પ્રતિષ્ઠિત ટાઈટલ જીત્યા પછી હરનાઝે મિસ ઈન્ડિયા 2019માં ભાગ લીધો હતો અને તેમાં તે ટોપ 12માં પહોંચી હતી. મોડલિંગની સાથે હરનાઝે એક્ટિંગમાં પણ ઝંપલાવ્યું છે. હરનાઝ પાસે બે પંજાબી ફિલ્મો 'યારા દિયાં પુ બરા' અને 'બાઈ જી કુતંગે' છે.

ભારતે મિસ યુનિવર્સ સ્પર્ધામાં 2 વખત પોતાનું સ્થાન બનાવ્યું

ભારતે મિસ યુનિવર્સ સ્પર્ધામાં 2 વખત પોતાનું સ્થાન બનાવ્યું છે. હરનાઝ ભારતની ત્રીજી મિસ યુનિવર્સ (Indias third Miss Universe Harnaz) છે. સુષ્મિતા સેને વર્ષ 1994માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તેણે આ તાજ હાંસલ કર્યો હતો, ત્યાર બાદ વર્ષ 2000માં લારા દત્તાએ આ તાજ પર પોતાનું નામ નોંધાવ્યું હતું.

આ પણ વાંચો:

મિસ યુનિવર્સ બનવાની 26મી વર્ષગાંઠે રોહમન શોલે સુસ્મિતા સેનને શુભેચ્છા પાઠવી

#BithdayGirl: 2012ની મિસ યુનિવર્સ ઉર્વશીને સ્ટ્રીટ ફુડ પસંદ નથી

Last Updated : Dec 13, 2021, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details