ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાવાગઢના દર્શન બાદ મોદીએ સોમનાથને આ કારણે યાદ કર્યું, સરદાર પટેલ વિશે કહી મોટી વાત - વડાપ્રધાન મોદી ગુજરાતમાં

ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Recalled Sardar Patel) સરદાર પટેલને યાદ કર્યા હતા. આ સાથે તેમણે પોતાના સંબોધનમાં સોમનાથ મંદિરનો (PM Modi Mention about Somnath Temple) ઉલ્લેખ કર્યો છે. પંચમહાલ જિલ્લામાં આવેલા મહાકાળી માતાના દર્શન કરીને તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ કોઈ સપનું સિદ્ધ થાય ત્યારે અવશ્ય એનો આનંદ થાય (Narendra Modi in Panchmahal) છે. આજે વર્ષો પછી મહાકાળી મંદિરે ધ્વજારોહણ કરાયું છે.

પાવાગઢના દર્શન બાદ મોદીએ સોમનાથને આ કારણે યાદ કર્યું, સરદાર પટેલ વિશે કહી મોટી વાત
પાવાગઢના દર્શન બાદ મોદીએ સોમનાથને આ કારણે યાદ કર્યું, સરદાર પટેલ વિશે કહી મોટી વાત

By

Published : Jun 18, 2022, 3:54 PM IST

વડોદરા: વડાપ્રધાન મોદીએ પંચમહાલ જિલ્લામાં મહાકાળી માતાના દર્શન કર્યા બાદ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતની સાંસ્કૃતિક સ્વતંત્રતાનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. તેમણે સોમનાથ મંદિરનો પુનઃવિકાસ કર્યો હતો. ગુજરાતએ ભારતની સ્વતંત્રતા અને તેના વિકાસમાં ફાળો આપ્યો છે. આઝાદી સમયે, અમે ગુલામી અને અન્યાયથી પીડિત હતા, અમે તેની સામે લડ્યા. ભારતની સાંસ્કૃતિક સ્વતંત્રતાનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. સોમનાથ મંદિરના પુન: વિકાસનો પાયો નાંખ્યો એ સાથે તેમણે ભારતના વિકાસના બીજ પણ રોપ્યા હતા.

પાવાગઢની ધરતી પર મોદીએ સોમનાથને આ કારણે યાદ કર્યું, સરદાર પટેલ વિશે કહી મોટી વાત

આ પણ વાંચો:PM Modi in Vadodara : વડાપ્રધાનના આગમનને વડોદરાની મહિલાઓએ કેવી રીતે આવકાર્યું જૂઓ

વડોદરામાં ભાવુંક થયા: મહાકાળી માતાના દર્શન કર્યા બાદ નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કર્યું હતું. આ સાથે તેમણે વડોદરા સાથેની જૂની યાદને પણ તાજા કરી હતી. આ વાત કરતી વખતે તેઓ ભાવુંક થઈ ગયા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જે રીતે માતા એક બાળકને સાચવે એવી રીતે વડોદરાએ મને સાચવ્યો છે. અહીંના આવકારમાં અનોખો થનગનાટ છે.15 મિનિટમાં જ્યારે અહીંથી પસાર થયો ત્યારે ઘણી માતાઓના આશીર્વાદ મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details