- કોરોના આઝાદી પછીનો સૌથી મોટો પડકાર
- MSME ક્ષેત્ર માટે નાદારીની ઝડપી કાર્યવાહીની જરૂર
- ઘણી જગ્યાએ સરકાર હાજર નહોતી
દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને શનિવારે કહ્યું હતું કે કોવિડ -19 એ આઝાદી પછી દેશમાં સૌથી મોટો પડકાર છે અને વિવિધ કારણોસર સરકાર ઘણી જગ્યાએ હાજર નહોતી. દિલ્હીની યુનિવર્સિટી ઓફ શિકાગો સેન્ટર દ્વારા આયોજીત વર્ચુઅલ કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્રે નાદારી જાહેર કરવા ભારતને ઝડપી પ્રક્રિયાની જરૂર છે.
આ પણ વાંચો : RBIએ વ્યાજદરમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો, લોનના ઈએમઆઈ માટે પણ લેવાયો નિર્ણય, જૂઓ વીડિયો