ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Asian Games: ભારતે વધુ એક ગોલ્ડ જીત્યો; ઐશ્વર્યા, સ્વપ્નિલ અને અખિલે મળીને પુરુષોની 50 મીટર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો - Asian Games

ભારતને છઠ્ઠા દિવસે શૂટિંગમાં પ્રથમ ગોલ્ડ મળ્યો છે. ઐશ્વર્યા, સ્વપ્નિલ અને અખિલે મળીને 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તે સાથે જ ભારત સાથે હવે કુલ મેડલની સંખ્યા 27 થઈ ગઈ છે.

Asian Games
Asian Games

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2023, 8:52 AM IST

Updated : Sep 29, 2023, 8:59 AM IST

હાંગઝોઉ(ચીન):આજે એશિયન ગેમ્સનો છઠ્ઠો દિવસ છે. ભારતને છઠ્ઠા દિવસે શૂટિંગમાં બે મેડલ મળ્યા છે. 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તે જ સમયે ભારતે 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. આ સાથે હવે કુલ મેડલની સંખ્યા 27 થઈ ગઈ છે. અગાઉ ગેમ્સના પાંચમા દિવસ સુધી ભારત છ ગોલ્ડ, આઠ સિલ્વર અને 11 બ્રોન્ઝ સાથે પાંચમા સ્થાને હતું. હવે ભારત પાસે સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 11 બ્રોન્ઝ છે.

ભારત પાસે છ ગોલ્ડ:ઐશ્વર્યા પ્રતાપ સિંહ, સ્વપ્નિલ અને અખિલની ત્રિપુટીએ શૂટિંગમાં સફળતા હાંસલ હતી. ત્રણેય સાથે મળીને 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ત્રણેએ મળીને 1769નો સ્કોર કર્યો. ચીનની લિનશુ, હાઓ અને જિયા મિંગની જોડીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ સાથે જ કોરિયન ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ:ભારતે 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા ટીમની ખેલાડીઓ ઈશા સિંહ, પલક અને દિવ્યાએ દેશને તેનો 26મો મેડલ અપાવ્યો હતો. ઈશા સિંહ, પલક અને દિવ્યાની ટીમ 1731-50xના સ્કોર સાથે બીજા ક્રમે રહી હતી. ચીનની રેન્કસિંગ, લી અને નાનની જોડીએ ગોલ્ડ કબજે કર્યો હતો.

  1. Criiio4Good : ક્રિકેટ થકી યુવતીઓ જીવન કૌશલ્ય પાઠ શીખશે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું મહત્ત્વનું નિવેદન
  2. Asian Games 2023: એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલું, પાંચમા દિવસે ગોલ્ડ મેડલ જીત્યો
Last Updated : Sep 29, 2023, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details