ગુજરાત

gujarat

ETV Bharat / bharat

INDW VS AUSW TEST : ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી રચ્યો ઇતિહાસ, ઘરઆંગણે જીતી પ્રથમ શ્રેણી - भारतीय महिला बनाम ऑस्ट्रेलिया महिला

ભારતીય ક્રિકેટ ટીમ હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સાથે ટેસ્ટ મેચ રમી રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી જીત હાંસીલ કરી છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Dec 24, 2023, 3:10 PM IST

નવી દિલ્હીઃભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 219 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 406 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 261 રનમાં સમેટાઈ ગયો હતો. આ પછી મેચના ચોથા દિવસે ભારતને ઓસ્ટ્રેલિયા તરફથી જીતવા માટે 75 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટનો પીછો કરીને 18.4 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 75 રન બનાવી લીધા હતા અને મેચ 8 વિકેટે જીતી લીધી હતી. ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ટીમની આ પ્રથમ ટેસ્ટ જીત છે.

ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ - 219/10 : આ મેચમાં પ્રથમ દાવમાં બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા માત્ર 219 રન જ બનાવી શક્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ દાવમાં તાલિયા મેકગ્રાએ 58 રન, એલિસા હીલીએ 38 રન અને બેથ મૂનીએ 40 રન બનાવ્યા હતા, જ્યારે ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે 4 વિકેટ ઝડપી હતી.

ભારતનો પ્રથમ દાવ - 406/10 : ભારતની ટીમે પ્રથમ દાવમાં 406 રન બનાવ્યા હતા. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 74 રન, જેમિમાહ રોડ્રિગ્સે 73 રન, દીપ્તિ શર્માએ 78 રન અને રિચા ઘોષે 52 રન બનાવ્યા હતા. આ સિવાય પૂજા વસ્ત્રાકરે પણ 47 રન અને શેફાલી વર્માએ 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.

ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ - 261/10 : ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં પણ મોટો સ્કોર બનાવી શક્યું ન હતું અને 261 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ સાથે ભારતને જીતવા માટે માત્ર 75 રનનો જ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી તાલિયા મેકગ્રાએ સૌથી વધુ 73 રનની ઇનિંગ રમી હતી. એલિસ પેરી 45, બેથ મૂની 33 રન બનાવી શકી હતી. ભારત તરફથી સ્નેહા રાણાએ 4 વિકેટ લીધી હતી.

ભારતનો બીજો દાવ - 75/2 : શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના ભારત માટે ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યા હતા. શેફાલી 4 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતને રિચા ઘોષના રૂપમાં બીજો ઝટકો લાગ્યો છે. તે 13 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ સમયે મંધાનાએ 38 રનની અણનમ ઇનિંગ રમી હતી અને જેમિમાહ રોડ્રિગ્ઝે 12 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને 8 વિકેટે શાનદાર જીત અપાવી હતી.

  1. sports ministry suspends wfi : ખેલ મંત્રાલયે સંજય સિંહ સહિત ભારતીય રેસલિંગ ફેડરેશનને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કર્યું
  2. Year Ender 2023: ભારતીય ક્રિકેટ પ્રેમીઓ વર્ષ 2023ને ક્યારેય ભૂલી નહીં શકે !!!

ABOUT THE AUTHOR

...view details