ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Asian Games 2023 : ભારતીય મહિલા ટીમે 10 મીટર એર રાઈફલમાં સિલ્વર મેડલ જીત્યો - Hangzhou China Asian Games

ચીનમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સમાં આજે ભારતે મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં 1886ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો, જેમાં રમિતાએ 631.9, મેહુલી 630.8 અને આશીએ 623.3 સ્કોર કર્યો હતો.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2023, 4:33 PM IST

નવી દિલ્હીઃચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2023માં ભારતે મહત્વની સફળતા હાંસલ કરી છે. રમિતા, મેહુલી ઘોષ અને આશી ચોકસીની ત્રિપુટીએ રવિવારે 19મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ જીત સાથે મેડલ ટેબલમાં ભારતનું ખાતું ખુલી ગયું છે. 19મી એશિયન ગેમ્સમાં ભારતનો આ પહેલો મેડલ છે.

ભારતના નામે પ્રથમ સિલ્વર મેડલ : 10 મીટર એર રાઈફલમાં ભારતીય મહિલા ખેલાડીઓએ 1886ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો, જેમાં રમિતાએ 631.9, મેહુલીએ 630.8 અને આશીએ 623.3નો સ્કોર કર્યો હતો. રમિતા ઘોષ અને આશી ચોકસીની ત્રિપુટીએ 10 મીટર એર રાઈફલ ટીમ સ્પર્ધામાં બીજું સ્થાન મેળવ્યું, મેહુલી અને રમિતા અનુક્રમે બીજા અને પાંચમા સ્થાને રહી અને ફાઈનલ માટે ક્વોલિફાય થઈ, તેમજ આશી (623.3) 29માં સ્થાને રહી. રમિતા, મેહુલી ઘોષ અને આશી ચોકસેની ત્રિપુટીએ ક્વોલિફિકેશન રાઉન્ડના અંતે 1886ના કુલ સ્કોર સાથે મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

મહિલા ત્રિપુટીનો દબદબો જોવા મળ્યો : ચીને 1896.6ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે મંગોલિયાએ 1880ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રમિતા (631.9) – 2જી, મેહુલી – (630.8) – 5મી, વ્યક્તિગત ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ. ચીનની હાન જિયાયુએ 634.1 ના સ્કોર સાથે નવો એશિયન રેકોર્ડ બનાવ્યો, જે તેના દેશબંધુ ઝાઓ રુઓઝુ દ્વારા 2019 માં નવી દિલ્હીમાં સેટ કરેલા અગાઉના માર્ક કરતા 0.1 વધુ સારો છે, એએનઆઈએ અહેવાલ આપ્યો છે.

  1. Visa Controversy In Asian Games : અનુરાગ ઠાકુર એશિયન ગેમ્સમાં વિઝા વિવાદ પર બોલ્યા, કહ્યું- ચીનનું ભેદભાવપૂર્ણ વર્તન સ્વીકાર્ય નથી
  2. Indian Cricket Team: ટીમ ઈન્ડિયા હવે 5 મહિના પછી ટેસ્ટ મેચ રમશે, આ 3 મોટી સ્પર્ધાઓમાં પોતાની તાકાત બતાવશે

ABOUT THE AUTHOR

...view details