કેપટાઉન : ભારતે દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટ મેચમાં 7 વિકેટથી જીત નોંધાવી છે. મેચના બીજા દિવસે ભારતને જીતવા માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે તેણે 3 વિકેટ ગુમાવીને આસાનીથી હાંસલ કર્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમે બે મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતને એક ઇનિંગ્સ અને 32 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
મેચ જિતીને ઇતિહાસ રચ્યો :કેપટાઉનમાં ભારતીય ટીમની આ પહેલી ટેસ્ટ જીત છે. આ પહેલા ભારતને કેપટાઉનમાં 6 ટેસ્ટમાં 4 વખત હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 2 મેચ ડ્રો રહી હતી. ભારતીય ટીમ 1992 થી દક્ષિણ આફ્રિકાની ધરતી પર દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી રમી રહી છે, પરંતુ કેપટાઉનમાં એક પણ ટેસ્ટ જીતી શકી નહતી. હવે તેણે કેપટાઉનમાં જીતનો દુષ્કાળ ખતમ કર્યો છે. એટલું જ નહીં, કેપટાઉનમાં કોઈપણ એશિયાઈ દેશની આ પ્રથમ ટેસ્ટ જીત હતી.
7 વિકટથી વિજય મેળવ્યો : ભારતીય ટીમ માટે બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 28 રન, રોહિત શર્માએ 17 રન, કોહલીએ 12 રન અને ગિલે 10 રન બનાવ્યા હતા. મેચના બીજા દિવસે આફ્રિકાની ટીમ તેના બીજા દાવમાં ત્રણ વિકેટે 62 રન બનાવીને આગળ રમી હતી.
- બન્ને ઇનિંગના સ્કોર :
ભારત - પ્રથમ દાવ - 153/10 રન, બીજો દાવ - 80/3