નવી દિલ્હી : આફ્રિકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ ગઈ છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને આફ્રિકા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ બેટિંગ અને બોલિંગમાં કંઈ ખાસ કરી શકી નથી. પ્રથમ દાવમાં રાહુલની સદી અને બીજી ઈનિંગમાં વિરાટની અડધી સદી સિવાય કોઈ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યા નથી. બોલિંગમાં જસપ્રીત બુમરાહે 4 અને મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી હતી. બાકીના તમામ બોલરોએ એક-એક વિકેટ લીધી હતી.
પ્રથમ મેચમાં હાર મળી હતી : પ્રથમ ટેસ્ટમાં નિરાશાજનક પ્રદર્શન બાદ બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં બે ફેરફાર થઈ શકે છે. બીજી ટેસ્ટમાં રવિચંદ્રન અશ્નીનના સ્થાને રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. રવિચંદ્રન અશ્વિને પ્રથમ દાવમાં 2.16ની ઇકોનોમી સાથે 19 ઓવરમાં 41 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ જ ટીમ મેનેજમેન્ટ પ્રસિદ્ધ કૃષ્ણના સ્થાને મુકેશ કુમારને ટીમમાં સામેલ કરી શકે છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ પ્રથમ મેચમાં 20 ઓવર ફેંકી હતી પરંતુ તે માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો. તેણે 4.65ની ઈકોનોમી સાથે 93 રન આપ્યા હતા.