ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Surgical Strike: આજના દિવસે ભારતી સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓને ભણાવ્યો હતો પાઠ - Indian Air Force exercise

છ વર્ષ પહેલા આજના દિવસે ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક(surgical strike in pakistan) કરી હતી. ઉરી આતંકી હુમલાના લગભગ 10 દિવસ બાદ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. ઉરી હુમલામાં 18 જવાનો શહીદ થયા હતા.

Surgical Strike: આજના દિવસે ભારતી સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓને ભણાવ્યો હતો પાઠ
Surgical Strike: આજના દિવસે ભારતી સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓને ભણાવ્યો હતો પાઠ

By

Published : Sep 29, 2022, 6:43 PM IST

નવી દિલ્હીભારતમાં જ્યારે પણ સર્જિકલ સ્ટ્રાઈકની વાત આવે ત્યારે છ વર્ષ પહેલાની યાદો ફરી તાજી થઇ જાય છે. ભારતીય સેનાએ આજે ​​29 સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા આપણા 19 જવાનોની શહાદતનો બદલો લીધો હતો. છ વર્ષ પહેલા આજના દિવસે સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાનના આતંકવાદીઓને(surgical strike in pakistan) ખતમ કરવા હુમલો કર્યો હતો.

ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડવાનો દાવો 29 સપ્ટેમ્બર 2016નો દિવસ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને તેના આતંકવાદીકેમ્પોને નષ્ટ કરવાનો ભારતના સાહસિક પગલાનો સાક્ષી તરીકે ઇતિહાસમાં નોંધાયેલો છે.તે સમયે ભારતે ઓપરેશનને(Indian Army Special Forces) સફળતાપૂર્વક પાર પાડવાનો દાવો કર્યો હતો હતો તો બીજી તરફ પાકિસ્તાને આવી કોઈપણ કાર્યવાહીનો ઇનકાર કર્યો હતો.

હુમલામાં 18 જવાનો શહીદ થયા જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં અંકુશ રેખા પાસે ભારતીય સેનાના સ્થાનિક મુખ્યાલય પર આતંકવાદી હુમલામાં 18 જવાનો શહીદ થયા હતા. તેને ભારતીય સેના પરના સૌથી મોટા હુમલાઓમાંનો એક માનવામાં આવે છે. 18 સપ્ટેમ્બર 2016ના રોજ થયેલા ઉરી હુમલામાં(2016 Uri attack) સરહદ પાર બેઠેલા આતંકવાદીઓનો હાથ હોવાનું જણાવાયું હતું. આ હુમલાનો બદલો લેવા માટે ભારતે 29 સપ્ટેમ્બરે પાકિસ્તાન પર સર્જિકલ (Surgical Strike on Pakistan ) સ્ટ્રાઈક કરી હતી.

નરેન્દ્ર મોદીએ યાદ કર્યો એ દિવસતેના ત્રણ વર્ષ પછી 28-29 ઓક્ટોબર 2016ની રાતને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા આ દિવસે તેઓ આખી રાત ઉંઘ્યા નહોતા અને તેમના ફોનની રિંગ વાગે તેની રાહ જોતા હતા. આ તે રાત હતી જ્યારે ભારતીય સેનાના વિશેષ દળોએ (Indian Army Special Forces) સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ દિવસ ભારતના બહાદુર સૈનિકોની જીતને દર્શાવે છે જેમણે સર્જિકલ સ્ટ્રાઈક કરી અને દેશને ગૌરવ અપાવ્યું.

ઓપરેશન માટે ચોક્કસ ગ્રાઉન્ડ પ્લાનની જાણ28 સપ્ટેમ્બર 2016ના રોજ, ભારતીય સેનાએ તેના લગભગ 100 વિશેષ પ્રશિક્ષિત કમાન્ડોને આતંકી લૉન્ચપેડ પર હુમલા કરવા માટે એકત્ર કર્યા. ઉધમપુરમાં આર્મીના ઉત્તરી કમાન્ડ દ્વારા નવી દિલ્હીમાં ભારતના ટોચના સૈન્ય અધિકારીઓને ઓપરેશન માટે ચોક્કસ ગ્રાઉન્ડ પ્લાનની જાણ કરવામાં આવી હતી. જે પછી હુમલો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

હથિયારોને કાળા રંગથી રંગવામાં આવ્યા28-29 ઓક્ટોબરની રાત્રે સરહદ પર ગોળીબાર શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અગાઉ, ભારતીય વાયુસેનાએ(Indian Air Force exercise) તેની કવાયતને ખૂબ વેગ આપ્યો હતો. જેનો હેતુ પાકિસ્તાની સેના અને આઈએસઆઈનેએ વિચારવા માટે મજબૂર કરવાનો હતો કે આપણે હવાઈ કાર્યવાહી પણ કરી શકીએ. 28 સપ્ટેમ્બરની રાત્રે 100 વિશેષ પ્રશિક્ષિત કમાન્ડો પાકિસ્તાનની સિમામાં પ્રવેશ કર્યો હતો.ખાસ યુનિફોર્મને કારણે તેનો રંગ જંગલોમાં ભળી ગયો હતો.શરીરની ગંધને દબાવવા માટે તેમની ચામડી કાદવના પાતળા સ્તરથી ઢંકાયેલી હતી. ખાસ કરીને આ મિશન માટે, તેમના શસ્ત્રોને કાળા રંગથી રંગવામાં આવ્યા હતા.

વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાનની નજરભારતનું લશ્કરી નેતૃત્વ, વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાનની સાથે બેસીને સમગ્ર કાર્યવાહી પર નજર રાખી રહ્યું હતું. આ ઘાતક જવાનોને હેડક્વાર્ટરમાંથી લીલી ઝંડી મળતા જ સૈનિકોએ એલઓસી-કાર્લ ગુસ્તાફ રોકેટ લોન્ચર્સ, થર્મોબેરિક રોકેટ, રાઈફલ્સ પર ક્લિપ્ડ બેરલ ગ્રેનેડ લોન્ચર્સ, 'મિલ્કોર' મલ્ટિપલ ગ્રેનેડ લોન્ચર્સ અને પોર્ટેબલ આર્ટિલરી સાથે હુમલો કર્યો જે એક સાથે 40 ગ્રેનેડ ફાયર કરી શકે છે.

10 મિનિટની અંદર 6 આતંકવાદી ઈતિહાસનો હિસ્સો એલઓસીના પાંચ કિલોમીટરના દાયરામાં સ્થિત કેલ, લિપા, અથમુકામ, તત્તાપાની અને ભીમ્બર ખાતેના છ લૉન્ચપેડ પર એક સાથે હુમલો કરવામાં આવ્યો હતો. તેમના કેમ્પમાં(Terrorist Camp in pakistan) સૂઈ રહેલા આતંકીઓને આસાનીથી મોતને ભેટ્યા હતા. હુમલા દરમિયાન જેમની આંખ ખુલી હતી તેઓએ મોતને ઘાટ ઉતારતા પહેલા આપણા ઘાતક કમાન્ડોના રૂપમાં મોતને જોયું. પેરાશૂટ રેજિમેન્ટ સ્પેશિયલ ફોર્સના જવાનોના હેલ્મેટ અને ખભા પર લગાવેલા કેમેરા બેઝ પરના અધિકારીઓને તેમની બહાદુરી જોઇ રહ્યા હતા.10 મિનિટની અંદર 6 આતંકવાદીઓને ઠાર કર્યા હતા જે ઈતિહાસમાં લખાઇ ગયું.

ABOUT THE AUTHOR

...view details