મુંબઈ :સપ્તાહની શરૂઆતમાં નબળા વલણ બાદ ગતરોજ ભારતીય શેરબજારમાં રોનક આવી હતી. જોકે આજે ભારતીય શેરબજાર ડાઉન ખુલ્યું હતું. ત્યારબાદ દિવસ દરમિયાન મજબૂત વલણને જાળવી રાખી ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 92 અને 28 પોઈન્ટ ઉછળીને લીલા નિશાનમાં બંધ થયા હતા.
BSE Sensex : આજે 22 નવેમ્બર બુધવારના રોજ BSE Sensex ગતરોજના 65,930 બંધની સામે 91 પોઈન્ટ ઘટીને 65,839 ના મથાળે ખુલ્યો હતો. જોકે બાદમાં સતત ઉપર ચડ્યા બાદ 66,063 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ઉપરાંત 65,664 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 92 પોઈન્ટ ઉંચકાયા બાદ 66,023 ના મથાળે બંધ થયો હતો. જે લગભગ 0.14 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, ગતરોજ BSE Sensex ઈન્ડેક્સ 275 પોઈન્ટ સુધારા સાથે 65,930 પોઈન્ટ પર બંધ થયો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 28 પોઈન્ટ (0.14 %) સુધારા સાથે 19,812 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 19,784 ના મથાળે સપાટ ખુલ્યો હતો. NSE Nifty આજે 19,703 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. ઉપરાંત 19,825 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty 89 પોઈન્ટ વધીને 19,783 પોઈન્ટ પર બંધ થયો હતો.