ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Stock market Update : ભારતીય શેરબજારમાં નીચલા સ્તરેથી શાનદાર રિકવરી, મુખ્ય સૂચકાંક ગ્રીન ઝોનમાં બંધ - એડવાન્સ ડેકલાઈન રેશિયો

ચાલુ સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે એક્શન જોવા મળ્યું છે. આજે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં સપાટ ખુલ્યું હતું. નબળી શરૂઆત બાદ માર્કેટમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. નીચલા સ્તરેથી શાનદાર રિકવરી નોંધાવી BSE Sensex અને NSE Nifty અનુક્રમે 271 અને 74 પોઈન્ટ વધીને ગ્રીન ઝોનમાં બંધ થયા છે.

Stock market Update
Stock market Update

By ETV Bharat Gujarati Team

Published : Jan 10, 2024, 4:50 PM IST

મુંબઈ :ચાલુ સપ્તાહ દરમિયાન શેરમાર્કેટમાં રોકાણકારોને ભારે તડકો-છાંયો જોવા મળ્યો છે. આજે બજાર રેડ ઝોનમાં સપાટ ખુલ્યા બાદ નીચલા સ્તરેથી શાનદાર રિકવરી નોંધાવી ગ્રીન ઝોનમાં બંધ થયુ છે. BSE Sensex 271 પોઈન્ટ વધીને 71,658 ના મથાળે બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઈનડેક્સ પણ લગભગ 74 પોઇન્ટ વધીને 21,619 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, ચાલુ અઠવાડિયામાં બંને ઇન્ડેક્સમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળી રહ્યા છે.

BSE Sensex : આજે 10 જાન્યુઆરી બુધવારના રોજ BSE Sensex ગતરોજના 71,386 બંધ સામે 3 પોઈન્ટ ડાઉન 71,383 ના મથાળે ખુલ્યો હતી. શરુઆતી કારોબારમાં BSE Sensex 71,658 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. પરંતુ ત્યારબાદ લેવાલીના પગલે 623 પોઈન્ટની રિકવરી સાથે 71,734 પોઈન્ટની ડે હાઈ બનાવી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 271 પોઇન્ટ વધારો નોંધાવી 71,658 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ થયો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 74 પોઇન્ટ વધીને 21,619 ના મથાળે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 16 પોઇન્ટ ઘટીને 21,529 પોઈન્ટ પર ડાઉન ખુલ્યો હતો. શરૂઆતમાં ઈન્ડેક્સ 21,449 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના જોરદાર પ્રદર્શન બાદ 193 પોઈન્ટની રિકવરી નોંધાવીને 21,642 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ગતરોજ Nifty NSE Nifty 21,545 ના મથાળે બંધ રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : આજે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં રિલાયન્સ (2.69%), HCL ટેક (2.15%), ICICI બેંક (1.40%), ટાટા મોટર્સ (1.09%) અને ઇન્ડસઇન્ડ બેંકનો (0.94%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર :જ્યારે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં એનટીપીસી (-2.03%), પાવર ગ્રીડ કોર્પો (-1.34%), અલ્ટ્રાટેક સિમેન્ટ (-1.00%), એક્સિસ બેંક (-0.73%) અને ઇન્ફોસિસ (-0.62%)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1127 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1028 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં રિલાયન્સ, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ અને એમ એન્ડ એમના સ્ટોક રહ્યા હતા.

  1. Adani Group Share : અદાણી ગ્રુપને સુપ્રીમ કોર્ટનો નિર્ણય ફળ્યો, તમામ સ્ટોક ગ્રીન ઝોનમાં બંધ
  2. Vibrant Summit 2024: ગૌતમ અદાણીએ 1 લાખ રોજગારીના સર્જન સાથે કરી મોટી જાહેરાત

ABOUT THE AUTHOR

...view details