મુંબઈ :ચાલુ કારોબારી સપ્તાહના દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે એક્શન જોવા મળી હતી. ત્યારે આજે 11 જાન્યુઆરી, ગુરુવારના રોજ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE Sensex 251 પોઈન્ટ ઘટીને 71,908 પર ખુલ્યો છે. જ્યારે NSE Nifty 69 પોઈન્ટના વધારા સાથે 21,688 પર ખુલ્યો હતો.
વૈશ્વિક શેરબજાર :અમેરિકી બજારોમાં મજબૂત રિબાઉન્ડ વચ્ચે DOW 170 પોઈન્ટ ઉછળીને ડે હાઈ નજીક બંધ રહ્યો હતો. નાસ્ડેક સતત ચોથા દિવસે વધારા સાથે 0.75 % ઉછળ્યો છે. મોટા IT શેર્સમાં એક્શન વચ્ચે મેટા 3.7% અને માઇક્રોસોફ્ટ 2% વધ્યા છે. NVIDIA ના સ્ટોક 2.3% ના ઉછાળા સાથે નવી ઊંચાઈએ પહોંચ્યો હતો.
માર્કેટ ટ્રિગર : સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સાપ્તાહિક એક્સપાયરી એટલે કે ગુરુવારના રોજ ભારતીય શેરબજારમાં ભારે ખરીદી જોવા મળી શકે છે. GIFT નિફ્ટી પણ મામૂલી મજબૂતાઈ સાથે 21700 ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. એશિયન શેરબજારોમાં ખાસ કરીને જાપાનમાં રેકોર્ડ રેલી જોવા મળી રહી છે. મોંઘવારીના આંકડાઓને લઈને અમેરિકી વાયદા બજારમાં તેજી છે.
ગ્લોબલ કોમોડિટી માર્કેટ :ક્રૂડ ઓઈલ 1% ઘટીને 77 ડોલર ડાઉન બંધ થયું છે. અમેરિકામાં ક્રૂડ રિઝર્વમાં અપેક્ષાઓથી વિપરીત વધારો થયો છે. જ્યારે ડોલર ઇન્ડેક્સ ગગડીને 102 નજીક પહોંચ્યો છે. બુલિયનમાં અને બેઝ મેટલમાં સીમિત રેન્જનું ટ્રેડિંગ નોંધાયું છે. એગ્રી કોમોડિટીમાં સર્વાંગી ઘટાડો થયો છે.
- Vibrant Summit 2024: એઆઈ ટેકનોલોજી વિશે શંકર ત્રિવેદી શું કહે છે? જૂઓ વીડિયો
- Vibrant Summit 2024: ગૌતમ અદાણીએ 1 લાખ રોજગારીના સર્જન સાથે કરી મોટી જાહેરાત